For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસનો ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં લોકોને જાહેરમાં વહેંચ્યા રૂપિયા, વીડિયો થયો વાયરલ

10:35 AM Apr 11, 2024 IST | Bhumika
કોંગ્રેસનો ઉમેદવારે ચૂંટણી પ્રચારમાં લોકોને જાહેરમાં વહેંચ્યા રૂપિયા  વીડિયો થયો વાયરલ

Advertisement

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ વચ્ચે તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને રૂપિયા આપવાનો મામલો સામે આવ્યો છે.

Advertisement

તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાવાની છે. તે પહેલા રાજ્યના મદુરાઈ જિલ્લાની વિરુધુનગર સીટ પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મનિકમ ટાગોર પર ચૂંટણી પ્રચાર દરમિયાન જનતામાં 'રોકડ' વહેંચવાનો આરોપ લાગ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના વિરૂધર નગરના ઉમેદવાર મણિકમ ટાગોરના ચૂંટણી પ્રચાર દરમિયાન ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક વીડિયો ક્લિપમાં મણિકમ ટાગોર વિરુધુનગરમાં ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં હાજર લોકોને કથિત રીતે રોકડ વહેંચતા જોવા મળ્યા હતા. પોલીસ અધિક્ષક બીકે અરવિંદે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવાર મનિકમ ટાગોર મદુરાઈમાં રોકડ વહેંચતા વીડિયો ક્લિપ અસલી છે. આ પહેલા બુધવારે ટાગોરે મદુરાઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પાર્ટી સમર્થકો અને સ્થાનિકોને સંબોધિત કર્યા હતા.

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં તામિલનાડુની તમામ 39 બેઠકો પર 19 એપ્રિલે મતદાન થશે. 2019 ની સામાન્ય ચૂંટણીઓમાં, કોંગ્રેસ, VCK, MDMK, CPI, CPI(M), IUML, MMK, KMDK, TVK અને AIFB સમાવિષ્ટ ડીએમકેની આગેવાની હેઠળના સેક્યુલર પ્રોગ્રેસિવ એલાયન્સે 39 માંથી 38 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. . 2019 માં, ડીએમકેએ 33.2 ટકા વોટ શેર સાથે 23 લોકસભા સીટો જીતી, કોંગ્રેસે 12.9 ટકા વોટ શેર સાથે 8 સીટો જીતી અને સીપીઆઈએ તમિલનાડુમાં બે સીટો જીતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement