For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

25મીએ સ્વયંભૂ બંધ પાળવા શહેરીજનોને કોંગે્રસની અપીલ

04:31 PM Jun 21, 2024 IST | admin
25મીએ સ્વયંભૂ બંધ પાળવા શહેરીજનોને કોંગે્રસની અપીલ

ગેમ ઝોન અગ્નિકાંડના હતભાગીઓના પરિવારજનોને ન્યાય અપાવવા અપાયું છે રાજકોટ બંધનું એલાન

Advertisement

રાજકોટ શહેરના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી સેલના કાર્યકારી અધ્યક્ષ મહેશભાઈ રાજપુત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જસવંતસિંહ ભટ્ટી, જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ હિતેશ વોરા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષને જિંદગી હોમાઈ ગઈ ગુજરાતના શાસકોને ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગેરકાયદે ચલાવવા દેવાયેલ ટીઆરપી ગેમ્સ ઝોનમાં લાગેલી આગમાં અનેક લોકો જીવતા ભુંજાઈ ગયા.

અગ્નિકાંડ માં હોમાઈ ગયેલા પીડિતોના પરિવારને ન્યાય અપાવવા માટે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ સ્વયંભુ બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવીએ. રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ કમિશનર કચેરીની ગુનાહિત બેદરકારી ને પગલે જે બનાવ બનેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિતના આગેવાનોને રજૂઆતો કરવા છતાં હકારાત્મક વલણ અપનાવી યોગ્ય પ્રતિસાદ ન મળતા રાજકોટ ખાતેના ઐતિહાસિક ચોક ત્રિકોણ બાગ ખાતે ત્રણ દિવસના ધરણાં કરાયા હતા અને રાજકોટના પોલીસ કમિશનરને ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી. રાજકોટના આ અગ્નિકાંડમાં સંડોવણી હોવા છતાં પદાધિકારીઓ કે કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવેલ નથી ફક્ત અધિકારીઓ ને હાથા બનાવી કોર્પોરેટરો અને પદાધિકારીઓને ક્લીનચીટ શા માટે ?

Advertisement

રાજ્ય સરકારે જઈંઝ સહિત ત્રણેક કમિટીઓ રચી છે પરંતુ આ કમિટીઓ હજુ કશું ઉકાળી શકી નથી અને બનાવ બનેલી ઘટનાને એકાદ મહિના પછી પણ અનેક આરોપીઓના નામ એફઆઇઆરમાં નોંધાયા નથી ત્યારે આપણે સૌ સાથે મળીને જાતિ ધર્મ ભૂલીને માનવતાને લડાઈ લડી 25 જૂનના રોજ અગ્નિકાંડ પીડિતોની પ્રથમ માસિક પુણ્યતિથિએ સ્વયંભૂ સૌ સાથે મળીને રાજકોટ અડધો દિવસ બંધ પાળી સાચી હૃદય પૂર્વકની શ્રદ્ધાંજલિ આપે અગ્નિકાંડ પીડિત પરિવારોને ન્યાયની લડતમાં સહભાગી બને તેવી આશા સાથે એક વખત રાજકોટ શહેર કોંગ્રેસના ઉપરોક્ત આગેવાનોએ રાજકોટ સ્વયંભૂ બંધ રાખવા અપીલ કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement