For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમરેલી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર સામે કોંગ્રેસ દ્વારા આંદોલનની જાહેરાત

12:27 PM May 20, 2024 IST | Bhumika
અમરેલી જિલ્લામાં પણ સ્માર્ટ મીટર સામે કોંગ્રેસ દ્વારા આંદોલનની જાહેરાત
Advertisement

ગુજરાતમાં સાતીમી મેના રોજ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થયું હતું. એ બાદ આજે અમરેલી જિલ્લા કોંગ્રેસની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. જેમાં અમરેલી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર, અને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણી બાદ આ બેઠકમાં કોંગ્રેસના કાર્યકર્તાનો આભાર માનવામાં આવ્યો છે. અમરેલીમાં કોંગ્રે, ઇલેક્શન તાકાતથી લડાયું છે. અમરેલી જિલ્લાની જનતાએ જે તાકાતથી ઇલેક્શન લડવામાં મદદ કરી છે તેના માટે આભાર. 4 તારીખ પરિણામ બાદ કોંગ્રેસના કાર્યકર્તાને નવી દીશામાં લઈ જવા માટેની મેં પહેલ કરી છે. રોજે ઇલેક્શન લડતા હોય છે ત્યારે પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની નૈતિક જવાબદારી છે કે પ્રજાને પડતી મુશ્કેલી વચ્ચે લોકોની વચ્ચે રહેવું. સ્માર્ટ મીટરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ ભાજપની સરકાર સ્માર્ટ મીટરમાં પીછે હટ નહિ કરે તો આંદોલન અમરેલીથી થાય તેના માટે હું પ્રયત્ન કરીશ.

પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેક કુંભાણીનું નામ લીધા વગર જણાવ્યું કે, જાહેર જીવની અંદર કોઈની મારી નાખવાની ધમકી ન હોય.

Advertisement

ઇલેક્શન કેમ્પની રણમેદાન અંદરની વાત હતી. અમરેલી જિલ્લામાં ભાજપનો ખેંસ પહેરવા આવેલા તે વ્યક્તિને કેમ હટાવવો. એક રણમેદાનની વાત હતી કોઈ માઈનો લાલ હાથ અડાડે કે કેમ તે સુરતની જનતા નક્કી કરશે. મર્દ માણસ લોકોની વચ્ચે રહે, મર્દ માણસ ઘરમાં રહે, લોકોની વચ્ચે ફરે, મીડિયા પ્રેસ કરી માઈનો લાલ હાથ અડાડે કે નહીં તે મીની બજારમાં જાય તો ખબર પડે. મેં વાત કરી તેમ રાજનીતિમાં જાહેર જીવન એક દિવસનું ના હોય વાર પલટવાર થતું હોય આવનારો સમય નક્કી કરશે શુ થવાનું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement