For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોન ક્રિમિલેયર સર્ટી.માં અંધાધૂંધી, પ્રાંતને જવાબદારી સોંપતા કલેક્ટર

04:07 PM May 16, 2024 IST | Bhumika
નોન ક્રિમિલેયર સર્ટી માં અંધાધૂંધી  પ્રાંતને જવાબદારી સોંપતા કલેક્ટર
Advertisement

મામલતદાર ઓફિસે સાક્ષી જરૂરી, બહુમાળી ભવનમાં નહીં, બેધારી નીતિ સામે રોષ

ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ બહુમાળી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ક્રિમિલેયર અને નોન ક્રિમિલેયર કઢાવવા માટે મોટી મોટી લાઇનો લાગી રહી છે. અને ધુમ તડકામાં વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ લાંબી લાંબી લાઇનોમાં ક્રિમિલેયર અને નોન ક્રિમિનલ કઢાવવા માટે લાઈનોમાં ઉભી રહ્યા છે ત્યારે કલેકટર દ્વારા તાત્કાલિક બહુમાળીમાં જરૂૂરી વ્યવસ્થા કરવા પ્રાંત અધિકારીને સૂચનો આપવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ અને સાથે રહેલા સંબંધિત લોકોને બેસવા માટેની વ્યવસ્થા તેમજ પાણીની વ્યવસ્થા અને ત્યાં મંડપ નાખવાની તાત્કાલિક સૂચના કલેકટર દ્વારા આપવામાં આવી છે.

Advertisement

તંત્રની બે ધારી નીતિના કારણે બહુમાળી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નોન ક્રિમિલેયર અને ક્રિમિલેયર કઢાવવા માટે લાંબી લાઇનો લાગી રહી છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે મામલતદાર ઓફિસે એક સાક્ષી સાથે રાખવો પડે છે તો બહુમાળી ભવનમાં સાક્ષીની જરૂૂર ન હોવાના કારણે બધા જ લોકો બહુમાળી ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા છે.

બીજી બાજુ રાજકોટના સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા છતાં પણ રાજકોટમાં વિદ્યાર્થીઓને ધૂબ તડકામાં કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. તેવો રોષ પણ જોવા મળી રહ્યો છે. નોન ક્રિમિલેયર સહીતના વિવિધ દાખલાઓ માટે પડતી મુશ્કેલી બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સમાજ કલ્યાણ અધિકારીને આવેદનપત્ર પાઠવી, બહુમાળી ભવનમાં વધુ બારી ખોલવા દાખલો તેજ દિવસે મળી જાય તેવી વ્યવસ્થા કરવા ફોર્મના પૈસા દલાલો દ્વારા પડાવવામાં આવે છે તે બંધ કરાવવા સહિતની રજુઆતો કરવામાં આવી છે.

વિકાસકામો ફરી પાટે ચડ્યા
ચૂંટણીના લાંબા વિરામ બાદ ફરીથી તંત્ર કામે લાગ્યું છે ત્યારે આજે સાંજે કલેક્ટર દ્વારા જિલ્લામાં હાલતા વિવિધ વિકાસના કામોને લઈ એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં રાજકોટ જેતપુર સિક્સ લેન્ડ, માધાપર બાયપાસ, એમ્સને જોડતો રેલ્વે ઓવરબ્રિજ સહિતના વિકાસના કામોને લઈ આજે કલેકટર દ્વારા આર એન્ડ બી અને જે તે લાગતી વળગતી એજન્સીઓની એક બેઠક બોલાવવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં થયેલા કામો તેમજ કેટલા સમયમાં કામ પૂર્ણ થશે પૂર્ણ તે સહિતને લઈ આજે કલેકટર દ્વારા બેઠક બોલાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement