For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી ઝૂલતો પુલ કેસમાં આરોપી જયસુખ પટેલના શરતી જામીન મંજુર,

04:13 PM Mar 26, 2024 IST | Bhumika
મોરબી ઝૂલતો પુલ કેસમાં આરોપી જયસુખ પટેલના શરતી જામીન મંજુર

Advertisement

મોરબી ઝૂલતો પુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપવા અંગે હુકમ કર્યો હતો જેને પગલે આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી જેમાં સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે એક લાખના શરતી જામીન મંજુર કર્યા છે

ઝૂલતો પુલ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા આજે મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી જેમાં સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી તેમજ આરોપી ત્રણ માસ સુધી ફરાર રહ્યા હતા સહિતની દલીલો રજુ કરી હતી જયારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા પણ દલીલો રજુ કરવામાં આવી હતી બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે શરતી જામીન મંજુર કર્યા હતા

Advertisement

જેમાં આરોપી જયસુખભાઈ પટેલને એક લાખના જામીન લેવા, તેઓને પોતાનું રેસીડેન્સીયલ પ્રૂફ આપવું કે તેઓ ક્યાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે. આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઈ પ્રયત્ન ના કરવા, પાસપોર્ટ હોય તો સરન્ડર કરવાનો રહેશે તેઓને ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લઈને જવાનું રહેશે સૌથી મહત્વની શરત જયસુખભાઈ પટેલ મોરબી જીલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહિ તેઓ કોર્ટ મુદત સિવાય મોરબી જીલ્લામાં પ્રવેશ નહિ કરી સકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને મોરબી જીલ્લાની હદ બહાર રહેવાનું રહેશે તેવી માહિતી સરકારી વકીલ વિજયભાઈ સી જાનીએ આપી હતી

Advertisement
Tags :
Advertisement
Advertisement