સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

હવે તો…રાજકોટ-અમદાવાદ હાઇવે પૂૂરો કરો!

03:26 PM Jun 27, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

2020ના બજેટ સત્રમાં ડિસે.20ની અને ફેબ્રુ.24માં વિધાનસભામાં 31 માર્ચ 24ની ડેડલાઇનના ટપ્પા પળાયા હતા

ગતિશીલ ગુજરાતમાં 2017નું કામ 2024માં પુરું નથી થયું

રાજયમાં ઇન્ફ્રાસ્ટ્રકચર બાબતે સરકાર હંમેશા જાગૃત રહી છે અને ગુજરાતને દેશભરમાં રોડ મોડલ સ્ટેટ તરીકે ઓળખ અપાવવામાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોમેન્ટનો મોટો હિસ્સો રહ્યો છે. પરંતુ સૌરાષ્ટ્રના લાખો લોકોને અમદાવાદ સાથે જોડતા રાજકોટ-અમદાવાદ હાઇવે હજી સુધી પુરો થવાનું નામ લેતો નથી. 2017ના વર્ષમાં વર્ક ઓર્ડરથી અપાયેલ કામ હજી આજની તારીખ સુધી પુરૂ થયું નથી અને છાશવારે સરકાર દ્વારા તારીખ પે તારીખ જાહેર કરીને કોન્ટ્રાકટરોને એકસટેન્શન અપાતા રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગનો હવાલો છે ત્યારે આ મુદ્દે હજુ સુધી કોઇ અસરકારક પગલાની જાહેરાત પણ ન કરાઇ હોવાથી સૌરાષ્ટ્રના લોકોમાં વધુને વધુ રોષની લાગણી જોવા મળી રહી છે.

રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નેશનલ હાઇવે 47 અને 27 કે જે અમદાવાદ-રાજકોટ હાઇવે તરીકે પણ ઓળખાય છે તેનું એકસટેન્શન કરીને સિકસ લેન બનાવવાનું કામ 2017માં અલગ અલગ કંપનીઓને અલગ અલગ પેકેજમાં આપવામાં આવ્યું હતું. જે તે સમયે પ્રોજેકટની અંદાજીત કિંમત રૂા.2223.50 કરોડ આંકવામાં આવી હતી. આ પ્રોજેકટનું કામ 2018ના જાન્યુઆરી મહીનામાં ચાલુ કરવામાં આવ્યું હતું અને ઓરીજનલ ટેન્ડર પ્રમાણે જાન્યુઆરી 2020 સુધીમાં પ્રોજેકટનું કામ પુર્ણ કરવાનું હતું પરંતુ કોરોના સહીતના અનેકવિધ કારણોને લીધે લંબાતું રહ્યું હતું.

વર્ષ 2020ના બજેટ સત્રમાં સરકાર દ્વારા જાહેર કરાયું કે હવે આ હાઇવેનું કામ અગાઉ જાન્યુઆરી 2020ની બદલે ડિસેમ્બર 2020માં પુરૂ થઇ જશે. પરંતુ આ ફકત પહેલી વખતનો ટપ્પો હતો. હજી અનેક વખત સરકાર તારીખો લંબાવવાની હતી. બે વરસ પછી જુન 2023માં કાર્ય પુરૂ થઇ જશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ખુદ મેદાનમાં આવીને કોરોના અને જમીન અધિગ્રહણમાં મોડુ થવાને લીધે આ પ્રોજેકટ ત્રણ વર્ષ કરતા વધુ સમય સુધી મોડું થવાનો સ્વીકાર કર્યો હતો. તેમણે ખાતરી આપી હતી કે હવે આ કામ ડિસેમ્બર 2023 સુધીમાં પુરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત આ પ્રોજેકટમાં રૂા.97.81 કરોડનો વધારાનો ખર્ચ થયો હોવાની પણ મુખ્યમંત્રી દ્વારા વિધાનસભાને માહીતી અપાઇ હતી.

આ વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરી મહીનામાં સરકારના મંત્રી જગદીશ વિશ્ર્વકર્મા દ્વારા જાહેરાત કરાઇ હતી કે હાલમાં હાઇવેનું કામ 90 ટકા પુર્ણ થઇ ગયું છે અને 31 માર્ચ 2024 પહેલા આ કામ પુરૂ કરી દેવામાં આવશે. આ જાહેરાતને પણ ત્રણ મહીના પુરા થઇ જવા જઇ રહ્યા છે પરંતુ હજી સુધી આ કામ 100 ટકા પુર્ણ થયું નથી.

કોંગ્રેસ અગ્નિકાંડની માફક મુદ્ો ઉઠાવે તો મતદારોના આશીર્વાદ મળશે
રાજકોટ-અમદાવાદ સિકસલેન હાઇવેનો મુદ્દો છેલ્લા છ વર્ષથી લટકી રહ્યો છે અને અધુરા-અધકચરા કામના કારણે અનેક અકસ્માતોમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ આ મુદ્દે વિરોધપક્ષ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની પણ સંવેદના જાગતી નથી. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો મોતને ભેટતા આ કરૂણ ઘટનામાં કોંગ્રેેસે અસરકારક આંદોલન કરીને વાહવાહી મેળવી છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા રૂપ અને જોખમી બની ગયેલા રાજકોટ અમદાવાદ હાઇવેના મુદે પણ વિરોધ પક્ષો જનતા જનાર્દનની પડખે આવે તો ભવિષ્યમાં મતદારોના આશિર્વાદ મળે તેમ છે.

સૌરાષ્ટ્રના એક પણ ધારાસભ્યએ વિધાનસભામાં હાઇવે મુદ્દો ન ઉઠાવ્યો
સૌરાષ્ટ્રની નેતાગીરીમાં મોટી ખોટ પડી હોય તેમ લોકોના અવાજને રજુ કરવા માટેના ગૃહ વિધાન સભામાં પણ આ બાબતે કોઇ રજુઆત કરાઇ ન હતી. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કરોડો લોકો મુસાફરી કરતા હોય છે પરંતુ ધારાસભ્યોના પેટનું પાણી પણ હલ્યું નહીં. સૌરાષ્ટ્રના મોટા શહેરો રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલીમાંથી અમદાવાદ સાથે કાયમી ધોરણે લોકો આ હાઇવે પરથી પસાર થતા હોય છે. આ લોકોની વેદનાની વાચા બનવાની બદલે ધારાસભ્યોએ આપણે શું? જેવો રવૈયો અપનાવીને તમે તમારૂ જોઇ લ્યો તેવો ઘાટ સર્જાયો છે.

કયારે કયારે ટપ્પા પડ્યા…?!

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRajkot-Ahmedabad Highway
Advertisement
Next Article
Advertisement