For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કચ્છના માધાપર અને ભરૂચમાં બોગસ મતદાનની ફરિયાદો

12:28 PM May 08, 2024 IST | Bhumika
કચ્છના માધાપર અને ભરૂચમાં બોગસ મતદાનની ફરિયાદો
Advertisement

ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની ચૂંટણી એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયુ છે. પરંતુ અમુક સ્થળે બોગસ વોટિંગની ફરિયાદો ઉઠી હતી. જોકે, આવી એકલ દોકલ ઘટનાઓ સિવાય ખાસ કોઇ સ્થળે નોંધપાત્ર ઘટના નહીં બનતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

કચ્છના માધાપર અને ભરૂચમાં અમુક લોકોના મત બારોબાર નખાઇ ગયાની ફરિયાદો ઉઠી હતી, કચ્છના માધાપરમાં નિવૃત આર્મીમેન રણજીતસિંહ જાડેજા નામે અન્ય જ કોઇ મતદાન કરી ગયુ હતુ. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, મતદાન સ્ટાફે રણજીતસિંહના નામ સામે જે ઇલેકેશ કાર્ડના નંબર લખ્યા હતા તે પણ અન્ય કોઇના નામના હતા, ઉપરાંત રજિસ્ટરમાં સહીની જગ્યાએ અંગુઠાનું નિશાન લગાવેલ હતુ.

Advertisement

આ સિવાય ભરૂચમાં એક ડોકટરને ત્યાં સારવાર લઇ રહેલા 50 જેટલા દર્દીઓની આંગળીઓ ઉપર કાળી શાહી લગાડી તેના નામે બારોબાર મતદાન કરાવી દેવાયુ હતુ. મોટાચાગના ઠાકોર સમાજના લોકોના મત બારોબાર દેવાઇ ગયાનો આક્ષેપ કરાયો છે. સાથોસાથ ડોકટરે પૈસા લઇ આ કૃત્યકર્યુ હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement