For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિગ બોસ ફેમ દિગાંગના સૂર્યવંશી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ, અક્ષય કુમારના નામે એક્ટ્રેસએ કર્યો ફ્રોડ

10:47 AM Jun 11, 2024 IST | Bhumika
બિગ બોસ ફેમ દિગાંગના સૂર્યવંશી સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ  અક્ષય કુમારના નામે એક્ટ્રેસએ કર્યો ફ્રોડ
Advertisement

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન વેબ સિરીઝ 'શોસ્ટોપર'થી કમબેક કરવા જઈ રહી હતી. પરંતુ આર્થિક સંકડામણના કારણે આ સિરીઝ નું કામ અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યું હતું. તાજેતરમાં, શોના નિર્માતા અને નિર્દેશક મનીષ હરિશંકરે એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સિરીઝ પરનું કામ અટક્યું નથી. હાલમાં આ સિરીઝ પર પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. અભિનેતાઓથી લઈને પ્રોડક્શન-ક્રુ મેમ્બર સુધી, દરેકને તેમની ફીના 90-95% આપવામાં આવ્યા છે. આ દરમિયાન તેણે મોટો ખુલાસો કર્યો અને એ પણ કહ્યું કે તેણે અભિનેત્રી દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 'શોસ્ટોપર'ના નિર્માતાઓએ દિગંગના સૂર્યવંશી વિરુદ્ધ આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિગંગનાની સાથે MH ફિલ્મ્સ દ્વારા તેના ફેશન ડિઝાઇનર કૃષ્ણા પરમાર અને અભિનેતા રાકેશ બેદીને પણ નોટિસ પાઠવવામાં આવી છે. આ ફરિયાદ અનુસાર, દિગંગનાએ નિર્માતાને ખાતરી આપી હતી કે તે અને અક્ષય કુમાર આ પ્રોજેક્ટમાં પ્રસ્તુતકર્તા તરીકે કામ કરશે. તો લીગલ નોટિસમાં નિર્માતાઓએ રાકેશ બેદી અને કૃષ્ણા પર તેમના વિશે ખોટા સમાચાર ફેલાવીને તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

મનીષ હરિશંકરે નોંધાવેલી ફરિયાદ મુજબ, દિગંગનાએ અગાઉ નિર્માતાઓ સાથે એક MOU (મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલમાં અક્ષય કુમાર અને દિગંગના સૂર્યવંશીને આ સીરીઝના પ્રેઝેન્ટર બનવાની મંજૂરી આપવામાં આવી હતી. આ ડીલ કરતી વખતે દિગંગનાએ પોતાના માટે 75 લાખ રૂપિયા અને અક્ષય કુમારના નામે 6 કરોડ રૂપિયા માંગ્યા હતા.

ડિરેક્ટર મનીષ હરિશંકરના વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટનું કહેવું છે કે દિગંગના તેમની પાસેથી ઘણા પૈસા પડાવવા માંગતી હતી. અભિનેત્રીએ એવી ધમકી પણ આપી હતી કે જો તેને પૈસા નહીં આપવામાં આવે તો હરિશંકરને ગંભીર પરિણામો ભોગવવા પડશે. ફાલ્ગુનીએ આ ધમકી અંગે પોલીસને જાણ કરી છે અને આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

શું દિગંગના પરના આરોપો ખોટા છે?
જો કે, કેટલાક મીડિયા અહેવાલો માને છે કે દિગંગના સૂર્યવંશી પરના આરોપો સંપૂર્ણપણે ખોટા હોઈ શકે છે. તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મનીષ હરિશંકરે અત્યાર સુધી દિગંગનાને કોઈ પૈસા આપ્યા નથી. અને તેમ છતાં તેઓ અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજા પાસેથી પૈસા લે અને પોતાનું વચન પૂરું ન કરે તો તેને છેતરપિંડી કહેવામાં આવે છે. મનીષ હરિશંકર જે ડીલની વાત કરી રહ્યા છે તે તદ્દન ખોટી છે. મનીષ હરિશંકરે શોસ્ટોપર એક્ટર્સ દિગંગના સૂર્યવંશી, રાકેશ બેદી, અશ્મિત જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કારણ કે હવે તેઓ રોકાણકારોના પૈસા પરત કરવા માંગતા નથી. આ સિરીઝનું કામ બે વર્ષથી અટકેલું છે. મનીષ હરિશંકર શોનું યોગ્ય રીતે માર્કેટિંગ કરવામાં આવ્યું ન હતું. અને દિગંગના પાસે પણ મનીષ સામે આ બાબતોના પુરાવા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement