For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકામાં ટ્રાવેલ્સ કંડક્ટર ઉપર હુમલો કરવા સબબ બે શખ્સો સામે ફરિયાદ

11:31 AM Dec 21, 2023 IST | Sejal barot
દ્વારકામાં ટ્રાવેલ્સ કંડક્ટર ઉપર હુમલો કરવા સબબ બે શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને ખાનગી બસના ટ્રાવેલ્સ કંડકટર તરીકે કામ કરતા રામભાઈ વેરશીભાઈ જામ નામના 60 વર્ષના ગઢવી વૃદ્ધ દ્વારકામાં આવેલા કાનદાસ બાપુના આશ્રમ પાસે પોતાની જીજે 05 બી.યુ. 2302 નંબરની બસમાં મુસાફરો ભરી રહ્યા હતા. ત્યારે આ વિસ્તારમાં મહાદેવ ટ્રાવેલ્સ નામની બસ લઈને આવેલા વનરાજભા માણેક તથા બસના ચાલકને ફરિયાદી રામભાઈએ તેઓની ગાડી આગળ લેવાનું કહેતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને બિભત્સ ગાળો કાઢી, ધોકા વડે ટ્રાવેલ્સની બસમાં મારતા આ બસના કાચ તૂટી જવાના કારણે રૂૂપિયા 10,000 નું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવ અંગે પોલીસે બંને શખ્સો સામે આઈપીસી કલમ 427, 504, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કલ્યાણપુર, ભાણવડમાં વિદેશી દારૂૂ સાથે બે ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો અજીતસિંહ જાડેજા નામના 30 વર્ષના ગરાસિયા યુવાનને પોલીસે વિદેશી દારૂૂના પાંચ ચપલા (નાની બોટલ) તેમજ 18 લીટર દેશી દારૂૂ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.ભાણવડ તાલુકાના વેરાડ ગામેથી હિતેશ જીવાભાઈ છાટકા નામના 23 વર્ષના શખ્સને વિદેશી દારૂૂની એક બોટલ સાથે પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં હનુમાનગઢ ગામના લખન કેશુભાઈ ગોઢાણીયાનું નામ પણ ખુલવા પામ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement