For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મહાનગરપાલિકાએ સીલ મારેલા હોલનો ફરી ઉપયોગ કરાતા માલિક અને મહિલા સામે ફરિયાદ

04:30 PM Jun 10, 2024 IST | Bhumika
મહાનગરપાલિકાએ સીલ મારેલા હોલનો ફરી ઉપયોગ કરાતા માલિક અને મહિલા સામે ફરિયાદ
Advertisement

રાજકોટના રોલેક્ષ રોડ પર આવેલા લીલાવંતી કોમ્યુનિટી હોલને ફાયર સેફટી અંગેની સિસ્ટમ અને બીયુ પરમીશન નહીં હોવાથી મનપાના સ્ટાફે સીલ કરી દીધા બાદ હોલના પાછળના દરવાજાને ખોલી તેનો ઉપયોગ શરૂૂ કરાતા હોલના માલીક અને બુકીંગ સાથે સંકળાયેલી મહિલા વિરૂૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટના અગિગ્નિકાંડને પગલે હોસ્પિટલો, જુદી-જુદી ઈમારતો, ટયુશન કલાસીસ, મોલ, શોપીંગ કોમ્પલેક્ષ, સિનેમા હોલ, ધાર્મિક સ્થળો, વોટર પાર્ક ઉપરાંત જયાં મોટી સંખ્યામાં પબ્લીક એકત્રિત થતી હોય અને ફાયર એનઓસી ન હોય તેવી મિલ્કતોને મનપા દ્વારા હાલ સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.જેના પગલે મનપા કમિશનરે બનાવેલી ટીમ દ્વારા ગઈ તા.6ના રોજ લીલાવંતી કોમ્યુનીટી હોલમાં તપાસ કરવામાં આવી હતી. તે વખતે ફાયર સેફટી અંગેની સિસ્ટમ, બીયુ પરમીશન અને ફાયર એનઓસી નહીં હોવાનું જણાતા વોર્ડ ઓફિસર વગેરેએ હોલને સીલ કરી દીધું હતું.જે અંગે હોલના માલીક હર્ષદભાઈ પ્રતાપરાય સગર અને હોલના બુકીંગનું કામ સંભાળતા માધવીબેન એસ. તન્નાને જાણ કરી સીલીંગના હુકમ પર સહી પણ લેવામાં આવી હતી.
ગઈકાલે લીલાવંતી હોલમાં પ્રસંગની તૈયારી માટે માણસો ભેગા થયાનું જાણવા મળતાં મનપાનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો.તપાસ કરતા હોલની પાછળની શેરીમાં આવેલો ગેટ ખુલ્લો જોવા મળ્યો હતો.વધુ તપાસમાં હોલની પાછળના બંને ગેટના તાળા અંદરથી ખોલી નખાયાનું જાણવા મળતાં કોઠારીયા રોડ પરના ફાયર સ્ટેશનના ઓફિસર અમિત દવેએ આજીડેમ પોલીસમાં હોલના માલીક અને બુકીંગનું કામકાજ સંભાળતી મહિલા સામે આઈપીસી કલમ 336 અને 114 હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement