For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં છાત્રાનો પીછો કરી સંબંધ રાખવા દબાણ કરતા શખ્સ સામે ફરિયાદ

12:47 PM Jun 13, 2024 IST | admin
મોરબીમાં છાત્રાનો પીછો કરી સંબંધ રાખવા દબાણ કરતા શખ્સ સામે ફરિયાદ

છેડતી, પોકસો અને ધમકીની કલમ હેઠળ નોંધાતો ગુનો, આરોપીને સકંજામાં લેવા તજવીજ

Advertisement

મોરબીમાં સ્કુલે જતી દિકરીના એક્ટીવાનો એક શખ્સે પીછો કરી વાતચીત કરવાનું દબાણ કરી નહી માનો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાથી ભોગ બનનાર દિકરીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મોરબીમા રહેતા એક મહિલાએ આરોપી સુજલ ચંદુભાઈ પાંચોટીયા રહે. ગાયત્રીનગર સોસાયટી વાવડી રોડ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.25-04-2024 થી 11-05-2024 દરમ્યાન ફરીયાદિની દીકરી સ્કુલેથી છુટી ફરીયાદિના મોટી દીકરી સાથે તેમના એક્ટીવા થી ઘરે આવતી હોય ત્યારે આરોપી ફરીયાદિની દીકરીનાએક્ટીવા પાછળ પાછળ પોતાનુ એક્ટીવા રજીસ્ટર નં, જીજે-છત્રીસ-એકે.બાવીસ અઠાવન. વાળુ લઈ આવી પીછો કરી ફરીયાદિની દીકરીને તેની સાથે વાતચીત કરવાનુ કહેતો હોય તેમજ અમોને મનાવવાનુ કહેતો હોય અને જો અમો નહી માનીએ તો ફરીયાદિની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોય અને ફરીયાદિની દીકરી સ્કુલે જતી વખતે તથા આવતી વખતે અવાર નવાર ફરીયાદિની દીકરીના એકટીવાનો પીછો કરી ભુંડીગાળો આપી હેરાન પરેશાન કરતો હોવાની ભોગ બનનાર દિકરીની માતાએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -354(ડી), 506(2), 504 તથા પોકસો એક્ટ કલમ 11(4), 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement