For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સામે એક કરોડની ખંડણી માગવાની ફરિયાદ

05:09 PM Jun 11, 2024 IST | Bhumika
અપક્ષ સાંસદ પપ્પુ યાદવ સામે એક કરોડની ખંડણી માગવાની ફરિયાદ
Advertisement

બિહારના પૂર્ણિયાથી નવા ચૂંટાયેલા સાંસદ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ વિરુદ્ધ 10 જૂને એફઆઇઆર નોંધવામાં આવી છે. પપ્પુ યાદવ પર એક બિઝનેસમેન પાસેથી 1 કરોડ રૂૂપિયાની ખંડણી માંગવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખંડણીની રકમ નહીં ચૂકવે તો વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ બાબતે ફરિયાદ કરનાર વેપારી પૂર્ણિયામાં ફર્નિચરનો વ્યવસાય કરે છે. વેપારીએ પોતાની લેખિત અરજીમાં જણાવ્યું છે કે, 4 જૂને મતગણતરી સમયે પપ્પુ યાદવે તેને પોતાના ઘરે બોલાવ્યો અને 1 કરોડ રૂૂપિયા આપવા કહ્યું. જો તે 1 કરોડ રૂૂપિયા નહીં આપે તો તેને મારી નાખવામાં આવશે. વેપારીને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો તે આગામી 5 વર્ષ સુધી શાંતિથી જીવવા માંગે છે તો તેણે ખંડણી કર ચૂકવવો પડશે. નહીં તો તેણે પૂર્ણિયા છોડી દેવી જોઈએ.

વેપારીએ જણાવ્યું કે, 2 એપ્રિલ, 2021ના રોજ રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ દ્વારા તેની પાસેથી 10 લાખ રૂૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય બિઝનેસમેને એ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2023માં દુર્ગા પૂજા દરમિયાન વોટ્સએપ કોલ પર તેની પાસેથી 15 લાખ રૂૂપિયા અને બે સોફા સેટની માંગની સાથે-સાથે ધમકીઓ અને અપશબ્દો પણ કરવામાં આવ્યા હતા. ફરિયાદના આધારે, પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં સાંસદ પપ્પુ યાદવ અને તેમના નજીકના સાથી અમિત યાદવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 385/504/506/34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

પપ્પુ યાદવ હાલમાં જ પૂર્ણિયા સીટ પરથી જીતીને સાંસદ બન્યા છે અને સાંસદ બનતાની સાથે જ તેમના પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. પપ્પુ યાદવે પૂર્ણિયાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જેમાં તેમને 5.67 લાખથી વધુ વોટ મળ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement