For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

MCX પર કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3,77,657 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક ટર્નઓવર નોંધાયું

04:58 PM May 17, 2024 IST | Bhumika
mcx પર કોમોડિટી વાયદા  ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3 77 657 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક ટર્નઓવર નોંધાયું
Advertisement

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે મોડી રાત્રે પૂરાં થતાં સત્રમાં રૂૂ.3,77,657 કરોડનું ઓલ ટાઈમ હાઈ દૈનિક ટર્નઓવર નોંધાયું હતું. આ સાથે જ ફૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂૂ.2,96,916 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર થયું હતું. એફપીઆઈના ટર્નઓવરનો હિસ્સો રૂૂ.8,684 કરોડ (બંને સાઈડનું ટર્નઓવર)ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો. આ નવા રેકોર્ડ સ્થપાયા તે દર્શાવે છે કે ટ્રેડરોનો કોમોડિટી માર્કેટમાં રસ વધી રહ્યો છે અને સાથે-સાથે એફપીઆઈ પણ કોમોડિટી માર્કેટમાં સક્રિય સહભાગિતા દર્શાવી રહ્યું છે.

શુક્રવારે આ લખાઈ રહ્યું છે ત્યારે કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂૂઆતમાં 10 ગ્રામદીઠ રૂૂ.72,907ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂૂ.72,933 અને નીચામાં રૂૂ.72,833 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂૂ.82 ઘટી રૂૂ.72,898ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂૂ.62 ઘટી રૂૂ.58,902 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂૂ.2 ઘટી રૂૂ.7,160ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂૂ.43 ઘટી રૂૂ.72,853ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂૂઆતમાં 1 કિલોદીઠ રૂૂ.87,110ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂૂ.87,175 અને નીચામાં રૂૂ.86,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂૂ.150 ઘટી રૂૂ.87,150 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂૂ.131 ઘટી રૂૂ.87,008 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂૂ.170 ઘટી રૂૂ.86,987 બોલાઈ રહ્યો હતો.

Advertisement

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ વાયદો સત્રની શરૂૂઆતમાં દીઠ દિવસ દરમિયાન ઉપરમાં અને નીચામાં ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂૂ.8.50 ઘટી રૂૂ.928.60 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂૂ.226.09 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂૂ.283.47 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ- મિની વાયદાઓમાં રૂૂ.42.50 કરોડનાં 1,146 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂૂ.155.45 કરોડનાં 8,089 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂૂ.13.43 કરોડનાં 211 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂૂ.11.22 કરોડનાં 154 લોટ તાંબાના વાયદાઓમાં રૂૂ.85.01 કરોડનાં 379 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂૂ.45.76 કરોડનાં 779 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂૂ..20 કરોડનાં 6 લોટનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂૂ.0.74 કરોડનાં 8 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 446 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ મે વાયદો 18,628 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,631 અને નીચામાં 18,615 બોલાઈ, 16 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 22 પોઈન્ટ ઘટી 18,627 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

તાંબુ-એલ્યુમિનિયમ-લેડ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ તાંબુ મે વાયદો રૂા.894.20ના ભાવે ખૂલી, રૂા.1.55 વધી રૂા.895.85 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂા.0.25 વધી રૂા.238.30 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂા.0.10 વધી રૂા.194ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂા.0.10 વધી રૂા.261ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂા.0.20 વધી રૂા.239.10 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂા.0.10 ઘટી રૂા.193.90 જસત-મિની મે વાયદો રૂા.0.20 વધી રૂા.261.35 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ-તેલ-નેચરલ ગેસ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ ક્રૂડ તેલ મે વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂા.6,616ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂા.6,622 અને નીચામાં રૂા.6,612 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂા.5 વધી રૂા.6,620 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂા.5 વધી રૂા.6,621 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂા.209ના ભાવે ખૂલી, રૂા.1.20 વધી રૂા.209.30 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 1.4 વધી 209.5 બોલાઈ રહ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement