For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધો-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ

01:11 PM Jun 24, 2024 IST | admin
ધો 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ

2.38 લાખ પરીક્ષાર્થીઓ માટે 75 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા

Advertisement

ગુજરાત બોર્ડ દ્વારા તાજેતરમાં ધોરણ 10અને ધોરણ 12ના પરીણામ જાહેર કરવામા આવ્યા હતા જેમાં બે લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થતા તેમની પૂરક પરીક્ષનો આજથી પ્રારંભ થયો છે. બોર્ડ દ્વારા દરેક કેન્દ્રો પર પરીક્ષામાં ચોરી રોકવા માટે ઓબ્ઝર્વર મુકવામા આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી 2.38 લાખ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. પૂરક પરીક્ષા માટે ધોરણ-10ના 41 કેન્દ્રો પર 383 સ્કૂલો અને ધોરણ-12ના 34 કેન્દ્રો પર 270 સ્કૂલો નક્કી કરવામાં આવી છે.સમગ્ર રાજ્યમાંથી 2,38,030 વિદ્યાર્થીઓ નોંધાયા છે.ધોરણ 12ની પરીક્ષા માટે પણ 34 ઝોન રચાયા છે, ધોરણ-10 માટે કુલ 41 કેન્દ્રો અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે 34 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી રહી છે.
ધોરણ-10ની પરીક્ષામાં 1,37,025 વિદ્યાર્થીઓની પરીક્ષા માટે 41 સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. આ સેન્ટર પર 383 સકૂલોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ધોરણ-12 સાયન્સમાં 34 સેન્ટરમાં 34,920 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે, આ માટે 170 સ્કૂલોના 1720 વર્ગખંડોનો પરીક્ષા માટે ઉપયોગ કરવામાં આવશે. સામાન્ય પ્રવાહમાં 66,085 વિદ્યાર્થીઓ માટે 100 સ્કૂલોના 875 વર્ગખંડમાં આયોજન કરવામાં આવ્યુ છે.

રાજકોટમાં 10 હજાર વિદ્યાર્થીઓ
ગુજરાત બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી પૂરક પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં 10 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા 10 હજાર વિદ્યાર્થીઓ માટે 25 શાળાઓમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધો.10માં 21 શાળા અને ધો.12માં 4 શાળાઓને કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે. રાજકોટમાં ધો.10માં 6137 ધો.12 સામાન્ય પ્રવાહમાં 2858 અને વિજ્ઞાન પ્રવાહમાં 1439 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કંન્ટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement