For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

06:17 PM Jun 26, 2024 IST | admin
રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ
Advertisement

કુમકુમ તિલક કરી ડાંગના બિલિઆંબા ગામની શાળાના બાળકોને મુખ્યમંત્રીએ આવકાર્યા : બાલવાટિકાથી ધો.11 સુધીના 32.33 લાખ છાત્રોનો શાળા પ્રવેશોત્સવ થશે

ડાંગ જિલ્લાના બિલિઆંબા ગામની શાળામાં બાળકોને આવકારવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણીનો ત્રિ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રવેશોત્સવ તા.28 જુન સુધી ચાલશે જેમાં 32.33 લાખ છાત્રોને પ્રવેશ આપવામાં આવશે. બાળકોને કુમકુમ તિલક કરી અને આવકારવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી આવતીકાલે છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે.
રાજ્યમાં દૂરદરાજના અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ ઈંઅજ, ઈંઙજ, ઈંઋજ સહિત વર્ગ-1 ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
તદ અનુસાર વિધાનસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રી કુબેરભાઈ ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થયા હતા.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોતમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકો પણ શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે, તેમાં બાળકૃષ્ણ ખંડેરાવ શુક્લ વડોદરામાં, જગદીશ મકવાણા સુરેન્દ્રનગર ખાતે, કૌશિકભાઈ વેકરિયા અમરેલીમાં, રમણભાઈ સોલંકી આણંદ ખાતે અને વિજયભાઈ પટેલ ડાંગમાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે.
સમગ્ર રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ-1માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ-8 થી 9માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ-10 થી 11માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement