For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શનિવારથી સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ સાથે કમુરતાનો પ્રારંભ: લગ્નોને મહિનાનો વિરામ

11:29 AM Dec 14, 2023 IST | Sejal barot
શનિવારથી સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ સાથે કમુરતાનો પ્રારંભ  લગ્નોને મહિનાનો વિરામ

તા.16 ડિસેમ્બર શનિવારે બપોેરે 4 વાગ્યે સુર્ય ધન રાશીમાં પ્રવેશ કરશે અને સાથે ધનારક કમુહુર્તાનો પ્રારંભ થશે અને લગ્નની શરણાય ઢોલ એક મહીના સુધી બંધ થશે. તા.16-12-23 થી તા.15-1-24ના વહેલી સવારે એટલે કે 14 જાન્યુઆરીના રાતના 2.44 કલાકે સુર્ય મકર રાશીમાં પ્રવેશની સાથે કમુહુર્તા પુર્ણ થશે.
કમુહુર્તા દરમ્યાન લગ્ન, વાસ્તુ જેવા શુભ કાર્ય થઇ શકતા નથી પરંતુ કથા, રાંદલ, જન્મકુંડળીના ગ્રહોની શાંતીનો હવન, જપ, રૂદ્રી, લઘુરૂદ્ર, ચંડીપાઠ જેવા અનેક શુભ પુજા હવન થઇ શકે છે. તેમાં કમુહુર્તાનો દોષ લાગતો નથી.
આ વર્ષે ઉનાળામાં મે મહીનામાં લગ્નનું એકપણ મુહુર્ત ન હોવાથી ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહીનામાં વધારે લગ્નો થશે અને મુહુર્તો પણ સારા છે.
2024માં જાન્યુઆરી મહીનામાં લગ્નના મુહુર્તો તા.21, 22, 27, 28, 30, 31, ફેબ્રુઆરી મહીનામાં તા.2,4, 6, 12, 17, 18, 19, 24, 26, 27, 28, 29 માર્ચ 2024માં તા.2, 3,4, 6, 1, 13 ત્યારબાદ તા.14-3-24 થી 13-4-24 સુધી મોનારક કુમુહુર્તા છે આથી લગ્નના મુહુર્યો નથી. એપ્રિલ મહીનામાં તા.18, 21, 26, 28 લગ્નના મુહુર્તો છે.
શુક્ર અસ્ત 1-5-25 થી 28-6-2024 સુધી છે. ગુરૂ અસ્ત તા.7-5-24 થી 2-6-24 સુધી છે. ગુરૂ શુક્રના અસ્તમાં લગ્ન થઇ શકતા નથી.
ત્યારબાદ જુન મહીનામાં તા.29, 30, જુલાઇ મહીનામાં તા.9, 11, 12, 13, 14, 15 લગ્નના મુહુર્તો છે.
ધનારક એટલે કે ધન રાશીના સુર્ય દરમ્યાન સુર્ય ઉપાસના કરવી ઉત્તમ ગણાય છે.
આ વર્ષ મકર સંક્રાંતી તા.14-1-24ને રવિવારે રાતે 2.44 કલાકે સુર્ય મકર રાશીમાં પ્રવેશ કરતો હોવાથી આ વર્ષે ધાર્મીક મકર સંક્રાંતિ તા.15 જાન્યુઆરી 2024ને સોમવારે મનાવાની રહેશે. આ દિવસે સ્નાન, દાન અને પુજાનું મહત્વ રહેશે.
લેખન- શાસ્ત્રી રાજદીપ જોષી

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement