For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી જમીનનો કબજો પરત ન લેતા કચ્છ કલેક્ટર હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યાં

11:23 AM Jan 09, 2024 IST | Bhumika
સરકારી જમીનનો કબજો પરત ન લેતા કચ્છ કલેક્ટર હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યાં

એક અત્યંત રસપ્રદ કેસમાં સરકારી જમીન પરત લેવાના આદેશની અમલવારી ન કરવાના મામલે હાઇકોર્ટના આદેશ મુજબ કચ્છના કલેક્ટર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવાની ફરજ પડી હતી. ત્યારબાદ જમીન પરત લઇ લીધી હોવાની અને કોઇ પણ દબાણ નહીં થવા દેવાની ખાતરી આપવામાં આવી હતી. જેથી આ મામલે અરજદાર આરોપી દ્વારા કરવામાં આવેલી અરજી પરત ખેંચી લેવામાં આવતાં હાઇકોર્ટે તેનો નિકાલ કર્યો હતો.

Advertisement

આ મામલે હાઇકોર્ટે ગત મહિને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને કચ્છના કલેક્ટર, ડીવાય એસ.પી. અંજાર સહિતના અધિકારીઓને હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. કોર્ટે એવી ટકોર કરી હતી કે,થકોર્ટના આદેશોનો અવમાનના કરવામાં આવે છે અને વિવાદીત જમીન પરત લેવાનો આદેશ અમલમાં મુકાયો નથી. આ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટનો મામલો બને છે.થ ત્યારબાદ ગત અઠવાડિયે કલેક્ટર સહિતના અધિકારીઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

સરકારી વકીલ મારફતે જણાવ્યું હતું કે વિવાદીત સરકારી જમીનનો કબજો પરત લઇ લેવામાં આવ્યો છે. તે ઉપરાંત સરકારી અધિકારીઓ દ્વારા આ જમીન પર કોઇ પણ પ્રકારના દબાણને મંજૂરી આપવામાં આવશે નહીં. હાઇકોર્ટે આ નિવેદનને રેકર્ડ પર લીધું હતું. ત્યારબાદ આ મામલે થયેલી અરજી અરજદાર દ્વારા પરત ખેંચી લેવાતાં એનો નિકાલ કરાયો હતો.

Advertisement

કોર્ટમાં વરદી પહેરીને નહીં આવનારાઓની નવા વર્ષે ખેર નહીં

એક અન્ય કેસમાં પોલીસ કર્મચારી વરદી પહેરીને નહીં આવતાં હાઇકોર્ટે ભારે નારાજગી દર્શાવી હતી. વર્ષના છેલ્લા દિવસોમાં બનેલી ઘટનાને છેલ્લી વાર માફ કરવામાં આવી હતી અને નવા વર્ષથી કોર્ટરૂૂમમાં વરદી વિના આવેલા દેશના સર્વોચ્ચ પોલીસ અધિકારીને પણ છોડવામાં નહીં આવે એવી ટકોર કોર્ટે કરી હતી. કોર્ટે ટકોર કરી હતી કે,થપોલીસને ખાખી વરદી પહેરવામાં શું વાંધો છે? કોર્ટની અંદર વરદી વિના કોઇને નહીં આપવામાં આવે. ભલે પછી એ સીબીઆઇ હોય કે સીઆઇડી હોય. દેશનો સર્વોચ્ચ પોલીસ અધિકારીને પણ વરદી વિના કોર્ટમાં આવવા નહીં દેવામાં આવે. કોર્ટે રોજેરોજ એક-એક વ્યક્તિને સૂચના આપતાં રહેવાનું કે વરદી પહેરો. શા માટે ગૃહ વિભાગ કોઇ નોટિસ કે પરિપત્ર કરતી નથી. જો સરકારને કોઇ વાંધો હોય તો અમે જ્યુડિશિયલ સાઇડ ઉપર આદેશ કરીને દરેકને વરદી પહેરવાનો હુકમ કરીએ. આ કોર્ટની છેલ્લી વોર્નિંગ છે અને નવા વર્ષથી કોઇને પણ માફ નહીં કરવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement