For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીનો ચમકારો

03:52 PM Nov 24, 2023 IST | Sejal barot
સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીનો ચમકારો

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આજથી પણ દિવસની માવઠાની આગાહી વચ્ચે ઠંડા શિયાળુ પવનો નીકળતા લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આજે પવનની ઝડપ 18 કિ.મી અને લઘુતમ તાપમાન 21 ડીગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો છે. આગામી રવિવારથી તાપમાન વધુ બે ડીગ્રી ઘટી 18 ડીગ્રી થવાની હવામાન વિભાગની આગાહી છે.
રાજ્યમાં આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે. આજે વલસાડ, નવસારી અને ડાંગમાં માવઠું પડશે તેવી સંભાવના છે. 24થી 28 નવેમ્બર દરમિયાન કમોસમી વરસાદ વરસશે. જ્યારે દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો 25 નવેમ્બરે અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, આણંદ, ભરૂૂચ, સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં કમોસમી વરસાદ વરસશે. 26 નવેમ્બરે રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, નવસારી, દાહોદ અને છોટાઉદેપુરમાં કમોસમી વરસાદ વરસશે. 27 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને તાપી જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.
જો કે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થશે અને વરસાદ બાદ તાપમાન 4 ડિગ્રી ઘટશે. આ સાથે જ હવામાન નિષ્ણાંતે પણ 25થી 27 નવેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી હતી. કેટલાક વિસ્તારોમાં 2થી 3 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement