For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં પ્લાન્ટ સ્થાપવા કોકાકોલા કંપનીએ મેટોડામાં સરકારી જમીનનું નિરીક્ષણ કર્યુ

05:15 PM Dec 29, 2023 IST | Sejal barot
રાજકોટમાં પ્લાન્ટ સ્થાપવા કોકાકોલા કંપનીએ મેટોડામાં સરકારી જમીનનું નિરીક્ષણ કર્યુ

રાજકોટ શહેરમાં વિકાસે હરણફાળ ભરી છે. શહેરને એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, સ્માર્ટ સિટી, અટલ સરોવર જેવા પ્રોજેકટ મળ્યા છે તેના કારણે વિકાસે આંધળી દોટ મુકી છે ત્યારે તાજેતરમાં જ કોકાકોલા કંપનીએ પણ રાજકોટ નજીક 2000 કરોડના પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કર્યા બાદ જમીનની માંગણી કરી હતી. જેને પગલે ગઈકાલે કોકાકોલા કંપનીના અધિકારીઓ મેટોડા ખાતે સરકારી જમીનનું નિરીક્ષણ કરી ગયા છે અને આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જાહેર કરશે તેમ કલેકટર સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાતને ભારે પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં નવા નવા પ્રોજેકટોની જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ વાયબ્રન્ટની જાહેરાત કરવામાં આવી છે. તેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વાયબ્રન્ટ સમિટ પહેલા જ વર્લ્ડની જાણીતી કોકાકોલા કંપનીએ રાજકોટ નજીક 2000 કરોડનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.
કોકાકોલા કંપની દ્વારા રાજકોટ શહેરની ભાગોળે કલેકટર તંત્ર પાસે જમીનની માંગણી કરી હતી. જે સંદર્ભે પડધરી, લોધિકા સહિતના સ્થળોએ સરકારી જમીન અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં કોકાકોલા કંપની દ્વારા 70 એકર જગ્યાની માંગણી કરી હોય જેની સામે લોધિકાના મેટોડા નજીક 60 એકર સરકારી ખરાબો પડયો હોય આ અંગે કોકાકોલા કંપનીના અધિકારીઓને નિરીક્ષણ કરવા જાણ કરવામાં આવી હતી.
ગઈકાલે કોકાકોલા કંપનીના અધિકારીઓ રાજકોટ આવ્યા હતાં અને તાલુકા મામલતદાર મકવાણાને સાથે રાખીને મેટોડા ખાતે આવેલ સર્વે નં.200 પૈકીનો 60 એકર સરકારી ખરાબાની જમીનનું સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. મેટોડા ખાતે આવેલ સરકારી ખરાબો ખાડા ટેકરા વાળો હોય જમીનનું લેવલીંગ કરાવવું પડે તેમ હોય જે અંગે નિરીક્ષણ કર્યા બાદ ટૂંક સમયમાં કોકાકોલા કંપની પોતાનો નિર્ણય જાહેર કરશે તેમ તેના અધિકારીઓએ જણાવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement