For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન, પણ રહેવું પડશે જેલમાં

11:02 AM Jul 12, 2024 IST | Bhumika
લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન  પણ રહેવું પડશે જેલમાં
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાના નેતૃત્વમાં ત્રણ જજોની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. પરંતુ કેજરીવાલ જેલમાં રહેશે કારણ કે સુપ્રીમ કોર્ટે EDના કેસમાં જામીન આપ્યા છે. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે.

સુપ્રીમકોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતાં કહ્યું હતું કે હવે આ મામલે 3 જજોની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે. આ સાથે એ પણ જણાવાયું કે સુપ્રીમકોર્ટના આ ત્રણ જજોના નામ ખુદ સીજેઆઈ કરશે.

Advertisement

કેજરીવાલના વકીલ વિવેદ જૈને જણાવ્યું કે CBI કેસમાં 18 જુલાઇએ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી છે. આ કેસમાં ચુકાદો આવ્યા બાદ જ ખબર પડશે કે શું કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી બહાર આવશે? જોકે, કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની શક્યતા વધુ પ્રબળ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement