For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો: અમરેલી, કચ્છ અને જામનગરમાં ભારે પવન સાથે માવઠું, મોરબીના ટંકારામાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ

06:44 PM May 16, 2024 IST | Bhumika
રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો  અમરેલી  કચ્છ અને જામનગરમાં ભારે પવન સાથે માવઠું  મોરબીના ટંકારામાં 2 કલાકમાં દોઢ ઇંચ વરસાદ
Advertisement

રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે તો કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ત્યારે આજે સતત ચોથા મોરબી, જામનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, કચ્છ સહિતના કેટલાય ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ધીમેધારા થી લઈ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.

બપોર સુધીમાં સૌથી વધુ વરસાદ મોરબીના ટંકારામાં ખાબક્યો છે જેમાં બે કલાકમાં જ દોઢી ઇંસ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદની સાથે સાથે ભારે પવન હોવાના કારણે ટંકારા ખાતે આવેલી iti માં પણ નુકસાન થયું છે. સત પર રહેલી લગાવેલ સોલાર પેનલ પવનમાં ઉડી ગઈ છે.બીજી બાજુ અનેક મકાનો તેમજ કારખાનાના સાપરા ઊડી આવવાના પણ માહિતી સામે આવ્યા છે. પવનથી વૃક્ષો,ર્હોડિંગ્સ, નળીયા અને પતરા ઉડયા હતા. વીજળીના કડાકાભડાકા સાથે ભારે વરસાદ વરસતા ભારે નુકસાન થયું છે.

Advertisement

અમરેલી જિલ્લામાં આજે પણ કમોસમી વરસાદી કહેર વરસ્યો હતો. ખાંભા શહેર અને આસપાસનાં ગામડાંમાં બપોરના સમયે મિની વાવાઝોડા જેવી સ્થિતિ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. છેલ્લા ચાર દિવસથી જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતાં ધરતીપુત્રોની ચિંતા વધી છે.

કચ્છમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદનો દર યથાવત્ રહેવા પામ્યો છે. આજે દિવસભરની સખત ગરમી બાદ સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. જિલ્લાના ભચાઉ, અંજાર, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. ભચાઉ નગરમાં તેજ પવન અને ભયાનક ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં વરસતાં માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં.

Advertisement
Tags :
Advertisement
Advertisement