For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કિરીટ પટેલને કલીનચિટ, ભાયાણીએ આચારસંહિતા ભંગ કર્યો

11:33 AM Apr 26, 2024 IST | Bhumika
કિરીટ પટેલને કલીનચિટ  ભાયાણીએ આચારસંહિતા ભંગ કર્યો
  • ચૂંટણી પંચને કરાયો રિપોર્ટ, કિરીટ પટેલે કોઈના પર વ્યક્તિગત નિવેદન કર્યુ નથી

રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદારોને રિઝવવાનો પ્રયાસ જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રચારમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિવાદાસ્પદ નિવેદનો બોલ્યા હતા. આ વિવાદમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી સામે આચાર સહીતા ભંગનો રિપોર્ટ કરાયો છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે આચારસંહિતાનો ભંગ કર્યો નથી એવો રિપોર્ટ સોંપ્યો છે.

Advertisement

જોકે, અરજદારે જિલ્લા ભાજપ પ્રમુખને આ રીતે અપાયેલી ક્લીનચીટ સામે વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો છે.વિસાવદરમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં આપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે વિવાદીત નિવેદન કર્યુ હતુ. બંને નિવેદનો બાદ ભારે ચર્ચામાં આવ્યો હતો. કિરીટ પટેલે કોઇના પર વ્યક્તિગત નિવેદન કર્યુ ન હતુ
ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ સામે ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અંગે કાર્યવાહી કરવા ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આ અંગેનો રિપોર્ટ વિસાવદર એ.આર.ઓ.ને આપ્યો હતો. ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આ કિસ્સામાં આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જાણવા મળી રહ્યુ છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કોઇના પર વ્યક્તિગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતા ભંગ લાગતો ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટ જિલ્લા નોડલ અધિકારીને મોકલવામાં આવ્યો છે.

આ અંગે ભૂપત ભાયાણીએ તેમણે જણાવ્યુ હતુ કે, મને કોઇ ચૂંટણી પંચની નોટિસ મળી નથી અને આ અંગેની મને હાલ કોઇ જાણકારી મળી નથી. પહેલા પણ મેં મારા નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી લીધી છે. નોટિસ મળ્યા બાદ કાયદાકી.ય રીતે જે લડત થશે તે કરીશ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement