For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધોરણ 12નું પરિણામ જાહેર: વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ

10:23 AM May 09, 2024 IST | Bhumika
ધોરણ 12નું પરિણામ જાહેર  વિજ્ઞાન પ્રવાહનું 82 45 ટકા અને સામાન્ય પ્રવાહનું 91 93 ટકા પરિણામ

ગુજરાત બોર્ડ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.ગુજરાત બોર્ડ ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.

Advertisement

સામાન્ય પ્રવાહનું પરિણામ

Advertisement

આ પરીક્ષામાં 3,79,759 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 3,78,268 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,47,738 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 91.93 % ટકા આવેલ છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 61,182 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 59,137 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 29,179 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 49.34 % ટકા આવેલ છે. આ પરીક્ષામાં ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯૬૦) અંતર્ગત 29,455 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 15,407 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (6505) અંતર્ગત નિયમિત ઉમેદવારોનું પરિણામ 54.98 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯5૦5) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 13,412 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 12,805 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 6,420 ઉમેદવાર સફળ થયા છે. આમ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (૯૬૦) અંતર્ગત પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 50.14 % ટકા આવેલ છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 82.45 ટકા પરિણામ આવ્યું છે. કુલ 1,11,132 વિધાર્થીઓ પૈકી 91,625 ટકા વિધાર્થીઓ ઉત્તીર્ણ થયા.ગત વર્ષ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ નું 65.58 ટકા પરિણામ આવ્યું હતું. કુંભારીયા પરીક્ષા કેન્દ્ર 97.97 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. બોડેલી પરીક્ષા કેન્દ્ર 47.98 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છે ત્યારે મોરબી 92.80 ટકા પરિણામ સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો. છોટા ઉદેપુર 51.36 ટકા પરિણામ સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો છે. 100 ટકા પરિણામ ધરાવતી 127 શાળાઓનો સમાવેશ થાય છે. 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 27 જેટલી છે. A1 ગ્રેડ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 1034 તો A2 ગ્રેડ સાથે પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા 8,983 છે. અંગ્રેજી માધ્યમના ઉમેદવારોનું પરિણામ 81.92 ટકા જયારે ગુજરાતી માધ્યમ ના ઉમેદવારોનું પરિણામ 82.94 ટકા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગેરિતિમાં પકડાયેલ 18 વિદ્યાર્થીઓનું પરિણામ સ્થગિત કરાયું

ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.77 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement