For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભુજમાં ચાલુ પરીક્ષાએ હાર્ટએટેક આવતા ધો.10ના વિદ્યાર્થીનું મોત

11:36 AM Dec 18, 2023 IST | Sejal barot
ભુજમાં ચાલુ પરીક્ષાએ હાર્ટએટેક આવતા ધો 10ના વિદ્યાર્થીનું મોત

કોરોના મહામારી બાદ દેશ અને રાજ્યમાં યુવાન વયે હાર્ટએટેકથી અચાનક થતાં મૃત્યુની ઘટનાઓ છેલ્લાં થોડાંક સમયથી આમજનતામાં ચિંતા અને ચર્ચાનો વિષય બની છે. આ માહોલ વચ્ચે કાલે ભુજમાં પોલીસ કર્મચારીના 16 વર્ષના પુત્રનું ચાલું પરીક્ષાએ અચાનક મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ ગઈ છે.
ભુજમાં ચાલું પરીક્ષાએ ધોરણ 10માં ભણતો 16 વર્ષનો પોલીસ પુત્ર બેન્ચ પર ઢળી પડ્યો હતો. ચાલુ પરીક્ષા એ હાર્ટ એટેક આવતા કિશોરનું મોત નિપજ્યું હતું. ચાલું પરીક્ષાએ યુવકનું અચાનક મૃત્યુ નીપજતાં અરેરાટી છવાઈ ગઈ હતી. આ ઘટનામાં માહિતી મળી છે કે ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત અજઈં ધર્મેન્દ્રસિંહ જીતુભા ઝાલાનો પુત્ર દક્ષરાજનું હાર્ટ એટેકથી મોત થયું છે. ભુજની ભાગોળે મુંદરા રોડ પર સેડાતા પાસે આવેલી સૂર્યા વરસાણી સ્કુલમાં ધોરણ 10માં ભણતો હતો. પુત્રના આકસ્મિક મૃત્યુના પગલે પોલીસ પરિવાર ઘેરાં આઘાતમાં સરી પડ્યો છે.
ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તૈનાત અજઈં ધર્મેન્દ્રસિંહ જીતુભા ઝાલા (રહે. સીમંધર સીટી, ત્રિમંદિર પાસે, ભુજ)નો પુત્ર દક્ષરાજ ભુજની ભાગોળે મુંદરા રોડ પર સેડાતા પાસે આવેલી સૂર્યા વરસાણી સ્કુલમાં ધોરણ 10માં ભણતો હતો. કાલે સવારે શાળામાં ઈન્ટર્નલ પરીક્ષા આપતી વખતે દક્ષરાજ અચાનક બેન્ચ પર ઢળી પડ્યો હતો. તેને તત્કાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો પરંતુ તબીબોએ સારવાર પૂર્વે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
માનકૂવા પોલીસે તબીબી સૂત્રોને ટાંકીને સિવિયર કાર્ડિયાક અરેસ્ટથી દક્ષરાજનું તત્કાળ મૃત્યુ નીપજ્યું હોવાની શક્યતા દર્શાવી છે. મૃતક દક્ષરાજ એકનો એક પુત્ર હતો. પુત્રના આકસ્મિક મૃત્યુના પગલે પોલીસ પરિવાર ઘેરાં આઘાતમાં સરી પડ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement