For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હળવદના ભલગામડામાં બે જૂથ વચ્ચે મારામારી: બે લોકોને ઇજા

11:47 AM Jun 19, 2024 IST | Bhumika
હળવદના ભલગામડામાં બે જૂથ વચ્ચે મારામારી  બે લોકોને ઇજા
Advertisement

હળવદ તાલુકાના ભલગામડા ગામ નજીક જૂથ અથડામણની ઘટના સામે આવી છે જેમાં બે જૂથ વચ્ચે સામસામે કોઈ કારણોસર મારામારીના બનાવ સામે આવ્યો છે.

જેમાં ગણપતભાઈ ઘનશ્યામ ભાઈ ભાટીયા ઉંમર વર્ષ 32 તેમજ પ્રવીણભાઈ બનેસંગભાઈ ભાટિયા ઉંમર વર્ષ 48 વાળા બંને જણાને ઇજાઓ પોહોચતા પ્રાથમિક સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

ત્યારબાદ પ્રવીણભાઈ બનેસંગભાઈ ભાટિયા ઉંમર વર્ષ 48 વાળાને વધુ સારવારની જરૂૂર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા સાથે જ ગણપતભાઈ ઘનશ્યામભાઈને પણ સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યો હોવાનું સૂત્ર પાસેથી જાણવા મળ્યું. સામા પક્ષે છ થી આઠ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તેવું હાલ માહિતી મળી રહી છે રજપુત અને ભરવાડ સમાજ વચ્ચે આ ઘટના બની હોય ત્યારે પોલીસ દ્વારા ઘટનાને લઈને અલગ અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement