For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચુનારાવાડ ચોક અને એસટી વર્કશોપ પાસે પેટ્રોલ પંપમાં મારામારી : બે યુવકને ઈજા

04:55 PM May 06, 2024 IST | Bhumika
ચુનારાવાડ ચોક અને એસટી વર્કશોપ પાસે પેટ્રોલ પંપમાં મારામારી   બે યુવકને ઈજા
Advertisement

મુંજકામાં પરિણીતાએ એસિડ પી લેતા તબિયત લથડી

શહેરમાં ચૂનારાવાડ વિસ્તાર અને એસટી વર્કશોપ પાસે આવેલા પેટ્રોલપંપમાં મારામારીની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ચુનારાવાડ વિસ્તારમાં ભગવતીપરાના યુવાન ઉપર અજાણ્યા શખ્સોએ ધોકાવડે હુમલો કર્યો હતો.
જ્યારે એસટી વર્કશોપ પાસે આવેલા ન્યારા પેટ્રોલ પંપમાં યુવાન ઉપર એક શખ્સે પેટ્રોલની ટાંકીનું ઢાકણું માર્યુ હતું મારામારીમાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

Advertisement

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં રહેતો અજય રમેશભાઈ વાસાણી ઉ.વ.24 સાંજના સાડાસાતેક વાગ્યાના અરસામાં ચુનારાવાડ ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી ધોકા વડે મારમાર્યો હતો.

જ્યારે બીજા બનાવમાં રમેશ હુકમસિંગ 20 વર્ષનો યુવાન એસટી વર્કશોપ પાસે આવેલા ન્યારા પેટ્રોલપંપમાં હતો ત્યારે સવારના નવેક વાગ્યાના અરસામાં ભરત જોશી નામના શખ્સે ઝઘડો કરી પેટ્રોલની ટાંકીનું ઢાંકણું માર્યુ હતું.
મારામારીમાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત અન્ય બનાવમાં મુંજકા વિસ્તારમાં આવેલા શ્રીસીટી એપાર્ટમેન્ટમાં રહેતી સરીતાબેન ભરતભાઈ વિશ્ર્વકર્મા નામની 31 વર્ષની પરણીતા પોતાના ઘરે હતી ત્યારે રાત્રીના સાડા આંઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લીધું હતું.પરણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement