For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરાની વિઝા ઓફિસમાં CIDના દરોડા, મોટી સંખ્યામાં ડોકયુમેન્ટ જપ્ત

12:55 PM Dec 16, 2023 IST | Sejal barot
વડોદરાની વિઝા ઓફિસમાં cidના દરોડા  મોટી સંખ્યામાં ડોકયુમેન્ટ જપ્ત

વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો લેભાગુ એજન્ટની જાળમાં ફસાઇને છેતરાતા હોય છે. સ્ટુડન્ટ, ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી પૈસા પડાવવામાં આવતા હતા. ભેજાબાજો દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હતા. રાજ્યના વિવિધ મહાનગરોમાં વિઝાનુ કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા એક સાથે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
વડોદરાના ગેંડા સર્કલ પાસે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી માઇગ્રેશન ઇમિગ્રેશન ઓવરસીઝ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં 12 અધિકારીઓ દ્વારા સર્ચ કરાયું હતું, મોડી રાત સુધી સર્ચની કાર્યવાહી ચાલી હતી. રાજ્યની કેટલી એજન્સીઓ દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ વિઝા ઉપર વિદેશ ભણવા મોકલવામાં આવે છે તેવી માહિતી હતી.
માઇગ્રેશન ઓવરસીઝમાં 12 કલાક ની તપાસ બાદ ખૂબ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા. સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ લોકોને મોકલતા હતા. સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા વિવિધ ડોક્યુમેન્ટ, હાર્ડ દ્રાઈવ, ડીવીઆર સર્વર જપ્ત કરાયા તથા હિસાબ કિતાબની તપાસ હાથ ધરાઈ હતી. સ્મિત શાહની માલિકીની માઇગ્રેશન નામની વિઝા ઓફિસ ની તપાસ થઈ હતી. જોકે સમગ્ર તપાસમાં કોઈ વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા નથી તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.
વડોદરા,સીઆઇડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓફિસ અગાઉ સયાજીગંજમાં ચાલતી હતી. અને છેલ્લા એક વર્ષથી તેની ઓફિસ ગેંડા સર્કલ પાસે છે. ઓફિસના સંચાલક છેલ્લા 2 વર્ષથી વિઝાના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના વિરૃદ્ધ અગાઉ કોઇ કેસ નોંધાયો નથી. તેમ છતાંય મળેલી માહિતીના આધારે ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો કબજે લઇ તેની ચકાસણી શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement