For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં વિઝા કન્સલ્ટિંગ એજન્સીઓ પર CIDના દરોડા

03:46 PM Dec 16, 2023 IST | Bhumika
અમદાવાદ  ગાંધીનગર  વડોદરામાં વિઝા કન્સલ્ટિંગ એજન્સીઓ પર cidના દરોડા

કુલ 17 સ્થળે તપાસ, બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટો મળી

Advertisement

અમેરિકા-કેનેડા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘુસવાના કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવવાની સાથોસાથ આવા બનાવોમાં ગુજરાતના જ એજન્ટોની ભૂમિકા ખુલી રહી છે તેવા સમયે રાજયમાંથી બોગસ વિઝા ડોકયુમેન્ટનો પર્દાફાશ થયો છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા અમદાવાદ, વડોદરા તથા ગાંધીનગરમાં એક સાથે 17 સ્થળોએ દરોડા પાડીને સંખ્યાબંધ શંકાસ્પદ સાહિત્ય-દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

લોકો સાથે વધતા ઠગાઈના કિસ્સા વચ્ચે જ સીઆઈડી ક્રાઈમ દ્વારા હાથ ધરાયેલી કામગીરી હેઠળ વિવિધ 17 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરાની માઈગ્રેશન ઓવરસીઝ નામે વિઝાનું કામ કરતી ઓફિસમાં સર્ચ કરવામાં આવ્યું હતું. તેમાં ડુપ્લીકેટ ડોકયુમેન્ટસના આધારે સ્ટુડન્ટ વિઝા પર વિદ્યાર્થીઓને વિદેશ મોકલવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

Advertisement

સ્મિત શાહની માલિકીની આ કંપનીમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. સ્ટુડન્ટ વિઝા તથા વર્ક પરમીટ પર લોકોને બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં મોકલવામાં આવ્યા હતા. તપાસનીશ એજન્સી દ્વારા કોમ્પ્યુટર હાર્ડ ડ્રાઈવ, ડીવીઆર સર્વર પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત હિસાબી સાહિત્યની પણ તપાસ કરવામાં આવી છે. સ્ટુડન્ટ કે વિઝીટર વિઝા તથા વર્ક પરમીટના દસ્તાવેજોમાં ગરબડ-ગેરરીતિ કરવામાં આવી છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે. માઈગ્રેશન ઓવરસીઝના સંચાલક સ્મિત શાહનું લેપટોપ તથા મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

તપાસનીશ એજન્સીના અધિકારીએ કહ્યું કે બોગસ દસ્તાવેજો પર વિઝા પ્રોસેસ હોવાની ફરિયાદના આધાર વડોદરા ઉપરાંત અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ કુલ 17 સ્થળોએ સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમીક તપાસમાં ગુજરાત બહારની યુનિવર્સિટીઓની શંકાસ્પદ માર્કશીટ પણ મળી આવી હતી. તેઓએ કહ્યું કે લાંબા વખતથી ખાનગી રાહે તપાસ કરવામાં આવી જ રહી હતી અને ચોકકસ માહિતી બાદ સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. 50થી વધુ જવાનોની 17 ટીમો બનાવીને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કોમ્પ્યુટર-દસ્તાવેજોની ખરાઈના આધારે બોગસ દસ્તાવેજોના આધારે વિઝા આપવાનું કૌભાંડ ખુલવાની શંકા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement