For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે ચુનાવ પાઠશાળા યોજાઈ

06:01 PM May 01, 2024 IST | Bhumika
ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે ચુનાવ પાઠશાળા યોજાઈ

Advertisement

લોકસભા સામાન્ય ચૂંટણીમાં નાગરિકો મહત્તમ મતદાન કરે તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોમાં જાગૃતતા કેળવવા અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. નાગરિકો પણ મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવી અપીલ કરવામાં આવી હતી.
આ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાભરમાં સામૂહિક મહેંદી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓએ મતદાન જાગૃત્તિ માટે '7 મે અચૂક મતદાન', ‘I Am ready to Vote', ' છે. 'આ સૌની જવાબદારી, મત આપે સૌ નરનારી', ' सारे काम छोड़ दो, सबसे पहले वोट दो' જેવા વિવિધ સૂત્રોને અવનવી મહેંદી ભાત મૂકાવીને મહિલાઓએ અનોખી રીતે મતદાન જાગૃત્તિ કાર્યક્રમમાં પોતાનો સહયોગ પૂરો પાડ્યો હતો. આ સ્પર્ધામાં મહિલાઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાનના શપથ લીધા હતા.

Advertisement

જિલ્લામાં ટી.આઈ.પી. પ્લાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી અને મતદાન જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અન્વયે ખંભાળિયા તાલુકાના ધરમપુર ગામે "ચુનાવ પાઠશાળા" કાર્યક્રમ યોજાયો હતો.

મતદાનનું મહત્વ સમજાવી મહત્તમ મતદાન થાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. નાગરિકોએ મતદાનના શપથ લીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement