For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જૂનાગઢમાં ભાજપનું નાક બચાવતા સાંસદ ચુડાસમા, દોઢ લાખ મતે વિજેતા

04:18 PM Jun 04, 2024 IST | Bhumika
જૂનાગઢમાં ભાજપનું નાક બચાવતા સાંસદ ચુડાસમા  દોઢ લાખ મતે વિજેતા
Advertisement

કોંગ્રેસના હીરાભાઈ જોટવાનો પરાજય, નોટા ત્રીજા નંબરે, બાકીના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ

Advertisement

જૂનાગઢ લોકસભાની બેઠકનું આજે પરિણામ જાહેર થઈ જતાં ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ફરી એક વખત અંદાજે 1.34 લાખ મતની લીડથી વિજેતા બનતા ચુડાસમાએ જૂનાગઢમાં ભાજપની લાજ બચાવી લીધી છે. સાંસદ રાજેશ ચુડાસમાએ તેના હરીફ કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાને લગભગ 1.34 મતથી હરાવી આ બેઠક જાળવી રાખી હતી. જેના કારણે ભાજપના ઘણા નેતાઓનું રાજકારણ બચી ગયું છે. જ્યારે પડદા પાછળ રહીને હરાવવા નીકળેલા ભાજપના જ અનેક નેતાઓની ઉંઘ હરામ થઈ ગઈ છે.

જૂનાગઢ બેઠક ઉપર લોકસભાની ટીકીટ વહેંચણી સમયે જ વિવાદો સર્જાતા છેલ્લા લીસ્ટમાં રાજેશ ચુડાસમાને ભાજપ દ્વારા ટિકીટ આપવામાં આવી હતી. આ બેઠક ઉપર કોળી-આહીર મતદારોનું ધ્રુવીકરણ ઉપરાંત ક્ષત્રિય આંદોલનના કારણે કારડીયા રાજપૂત સમાજની નારાજગી તેમજ વેરાવળના ડો.ચગના આપઘાત પ્રકરણમાં રાજેશ ચુડાસમાનું નામ ખુલતાં ભાજપ માટે રાજેશ ચુડાસમાને ટિકીટ આપવામાં જોખમ જણાતું હતું પરંતુ છેલ્લા દિવસોમાં રાજકીય સમિકરણો ધ્યાને રાખી ભાજપે સાંસદ રાજેશ ચુડાસમા ઉપર જ દાવ ખેલ્યો હતો. જે અંતે સફળ થયો છે.

આ બેઠક ઉપર રાજેશ ચુડાસમાને 5,78,516 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હિરાભાઈ જોટવાને 4,44,156 મત મળતાં રાજેશ ચુડાસમાનો 1,34,360 મતે વિજય થયો હતો. આ બેઠક ઉપર નોટામાં 13,434 મત પડતાં નોટા ત્રીજા નંબરે રહ્યો હતો. જ્યારે બાકીના નવ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement