For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નશીલા સીરપ મામલે ચોટીલા - થાનગઢમાં પોલીસે બેઠક યોજતા લોકોમાં અચરજ ફેલાયું!

12:15 PM Dec 05, 2023 IST | Sejal barot
નશીલા સીરપ મામલે ચોટીલા   થાનગઢમાં પોલીસે બેઠક યોજતા લોકોમાં અચરજ ફેલાયું

ચોટીલા અને થાનગઢ પોલીસે નશીલા સિરપનાં લઠ્ઠાકાંડ બાદ મેડીકલ સંચાલકો, ઠંડા પીણાં ના ગલ્લા ધારકો ને બેઠક બોલાવી આવા સિરપ અંગે તાકિદ કરી આવું ધ્યાને આવે તો જાણ કરવા જણાવતા અચરજ ફેલાયું છે
કોઇપણ કાંડ સર્જાય પછી સામૂહિક દરોડાનો દૌર શરૂૂ થાય છે ગૃહ વિભાગની સુચના અને નશીલા સીરપ ના નામે વહેચાતી બોટલ બાબતે રાજ્યભરમાં પોલીસ હરકતમાં આવી છાપામારી કરી અનેક શહેરોમાં તાલુકા મથકોમાં ઠેર ઠેર વહેચાતી બોટલોને પકડી પાડવામાં આવેલ છે પરંતુ ચોટીલા થાનગઢમાં પોલીસે મેડીકલ સ્ટોર , ઠંડા પીણાં, છુટક પાન ગલ્લા, કરિયાણા સ્ટોરનાં વેપારીઓને સાથે ખેડા જિલ્લામાં ઝેરી સિરપ પીવાથી બનેલ બનાવ અનુંસંધાને મિટીંગ કરી જરૂૂરી સૂચનાઓ આપવામાં આવેલ તેમજ આ બાબતે જરૂૂરી તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવેલ
શહેર અને ગ્રામ્ય પંથકમાં નશીલા પીણાં છાને ખુણે વેચાણ થતું હોવાનું કહેવાય છે ત્યારે આવા પીણા નું વેચાણ પકડી અટકાવવા ની કામગીરી અનેક ઠેકાણે પોલીસ વિભાગે કરી છે પરંતું ઝાલાવાડમાં આવી કાર્યવાહી ને બદલે જુદા જુદા ધંધાર્થી લોકો સાથે મિટીંગ કરી પોલીસ દ્વારા તાકિદ કરી માર્ગદર્શન અને સુચનાઓ અપાતા આમ પ્રજામાં અચરજ ફેલાયું હતું તેમજ નશાખોર અને નશીલા સિરપનો વેપાર કરનારાઓને આડકતરા છાવરી લીધા હોવાની ચર્ચા ઉભી થઈ હતી
રેન્જ આઈજી અને રાજ્યનાં ગૃહ વિભાગે આ અંગે સજાગતા દાખવી આવા પ્રકારની મોરલ ડાઉન કરતી કામગીરી કોની સુચના થી કરવામાં આવી અને ફરી તેમજ તાકિદ, માર્ગદર્શન ન થાય પરંતું કડક વલણ અપનાવી આવા તત્વો ને પકડી પાડવામાં આવે તેવું થાય તે દિશામાં અમલવારી કરાવવામાં આવે તેવી જરૂૂરી બનેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement