રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોલેસ્ટ્રોલ-હૃદયરોગ માટે સૌથી વધુ જવાબદાર ગણાતું પરિબળ

11:56 AM Jul 13, 2024 IST | admin
Advertisement

ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. મૃત્યુના બધા કારણોમાં ચોથા ભાગના કિસ્સાઓમાં હૃદયરોગ જવાબદાર છે. હૃદયરોગર્નુંં મુખ્ય કારણ હૃદયના સ્નાયુને લોહી પહોંચાડતી ધમનીની સંકડાશ છે. જેને સામાન્ય ભાષામાં હૃદયની નળીઓના બ્લોકેજ તરીકે ઓળખવામાં આવે છે.

Advertisement

આ બ્લોકેજ ચરબીયુક્ત પદાર્થનો બનેલ હોય છે જેને સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તમાકુનું સેવન, કોલેસ્ટ્રોલ અને આનુવંશિક કારણો જવાબદાર છે. આ સિવાય બેઠાળુ જીવન, ખોરાક સંબંધિત પરિબળો, કસરતનો અભાવ તથા મેદસ્વીતા પણ તેના કારણ છે. આ તમામ સિવાય કોલેસ્ટ્રોલ પણ એક મહત્વનું પરિબળ છે.કોલેસ્ટ્રોલ એક ચીકણો પીળો પદાર્થ છે જે ખોરાકમાં બધા જ ચરબીવાળા વેજિટેરિયન અને નોન વેજીટેરિયન પદાર્થોમાં હોય છે. કોલેસ્ટ્રોલ પીળા રંગનો મીણ જેવો ચીકણો પદાર્થ હોય છે, જે આપણા શરીર માટે લોહી જેટલો જ જરૂૂરી છે. કારણ કે કોલેસ્ટ્રોલથી લીવરમાં બાઈલ એસિડનું નિર્માણ થાય છે, જેથી ભોજનને પચાવવામાં સરળતા રહે છે. તે તડકામાંથી વિટામિન ડી બનાવવામાં મદદ કરે છે, અને તેનાથી શરીરમાં સેક્સ હોર્મોન પણ યોગ્ય રીતે બને છે. એટલે કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે અત્યંત જરૂૂરી છે. અને 70 % કોલેસ્ટ્રોલ આપણા લીવર દ્વારા જ બનાવવામાં આવે છે. અને 30% આપણને ભોજનમાંથી મળે છે.

કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે
કજ્ઞૂ-મયક્ષતશિું હશાજ્ઞાજ્ઞિયિંશક્ષ (કઉક): જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. જે ધમનીઓમાં બ્લોકેજ અને હાર્ટ અટેક માટે જવાબદાર હોય છે.

ઇંશલવ-મયક્ષતશિું હશાજ્ઞાજ્ઞિયિંશક્ષ (ઇંઉક): આને સારુ કોલેસ્ટ્રોલ કહે છે, જે શરીરને હૃદયની બીમારીઓથી દૂર રાખે છે.

ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર તમને કેવી રીતે અસર કરી શકે છે?
જો લોહીમાં કઉક કોલેસ્ટ્રોલ ખૂબ વધારે હોય તો તે રક્તવાહિનીઓ અથવા ધમનીઓની દિવાલો સાથે જમા થાય છે અને તેને સાંકડી બનાવે છે.

જેમ જેમ કોલેસ્ટ્રોલ એકઠું થાય છે તેમ તેમ ધમનીઓ સખત અને સાંકડી થાય છે. સખ્તાઇને કારણે, તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી વિસ્તરતા નથી, આમ, હૃદયમાં લોહીના પ્રવાહને અવરોધ ઉત્પન્ન કરે છે.પરિણામે હૃદયરોગનો હુમલો આવે છે.એલડીએલ આપણી ધમનીઓમાં જામવા લાગે છે. વધેલું કોલેસ્ટ્રોલ શરીરમાં લોહી લઇ જતી ધમનીઓમાં જમા થવા લાગે છે, જેથી સમયની સાથે સાથે તેમાં પ્રેશર અને બ્લોકેજ થવા લાગે છે. સૌથી વધારે કોલેસ્ટ્રોલ આપણા હૃદયમાં લોહી પહોંચાડતી કોરોનરી ધમની અને અને મગજની કેરોટીડ ધમનીમાં જામે છે. અને આ કારણે કોઈ પણ સમયે અચાનક હાર્ટ અટેક અને બ્રેઈન સ્ટ્રોક આવવાનો ભય વધી જાય છે. ઘણીવાર માણસ સ્વસ્થ દેખાય છે પણ તેના શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાને કારણે તેને હાર્ટ અટેક આવી શકે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના કારણો:-
વારસાગત
જે કુટુંબમાં હૃદયરોગ તેમજ વધારે કોલેસ્ટ્રોલના કેસ વધુ સંખ્યામાં હોય તો તે કુટુંબનાં સંતાનોમાં પણ કોલેસ્ટ્રોલ વધારે જોવા મળે છે. કેટલાક કેસમાં વધુ પડતું કોલેસ્ટ્રોલ જીવનશૈલીને કારણે નહી પણ વારસાગત કારણોને લીધે જોવા મળતું હોય છે.
મેદસ્વિતા
મેદસ્વિતા અનેક રોગોનું ઘર છે. જો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો તમારે સમયસર સ્વાસ્થને લઈને જાગૃત થવાની જરૂૂર છે. ભારે શરીર અને વધુ વજન ધરાવતા લોકોમાં સામાન્ય લોકો કરતા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે જોવા મળે છે.
બેઠાડું જીવન
જે લોકો ઓફિસમાં કામને કારણે અથવા કોઈ અન્ય કારણોસર બેઠાડુ જીવનશૈલી ધરાવતા હોય છે તેવા લોકોમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. આવું ન થાય તે માટે હળવી કસરતને જીવનશૈલીનો ભાગ જરૂૂરથી બનાવવો જોઈએ.
ધૂમ્રપાન
બીડી-સિગારેટ જેવા વ્યસન ધરાવતા લોકોમાં કોલેસ્ટ્રોલ વધવાનું જોખમ રહે છે. આ જ કારણે ધુમ્રપાન કરતા લોકોમાં હ્રદયરોગનો ખતરો પણ વધુ રહે છે.
ઉચ્ચ કોલેસ્ટ્રોલ માટે તબીબી સારવાર
તમારા ડોક્ટર સૌ પ્રથમ ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તરની સારવાર માટે આહારમાં ફેરફાર અને કસરત સહિત જીવનશૈલીમાં ફેરફાર સૂચવશે. જો તે એકલું ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે પૂરતું નથી, તો તે તમારા કઉક સ્તરને ઘટાડવા માટે દવાઓ લખી શકે છે. તમારા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવા માટે દવાઓ લખતા પહેલા, તમારે તમારા ડોક્ટર સાથે તમારા સંપૂર્ણ તબીબી ઇતિહાસની ચર્ચા કરવી જેથી તમે હાલમાં જે કોઈપણ દવાઓ લઈ રહ્યા છો તે તે દવાઓ સાથે સુસંગત છે.
કસરત
નિયમિતપણે કસરત કરવાથી તમારું ઇંઉક અથવા સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે અને ખતરનાક કઉક સ્તર બર્નઆઉટ થઈ શકે છે.
કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવા માટે, તમે દરરોજ લગભગ 30 મિનિટ માટે કસરત કરી શકો છો. યોગા કરી શકો છો.ઝડપી ચાલવું, તરવું, એરોબિક્સ, સાયકલિંગ, જોગિંગ તમારા કઉક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી શકે છે.
એક્સરસાઇઝની સાથે તમારે હેલ્ધી ડાયટ પણ અપનાવવી પડશે.તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે.

Tags :
Cholesterol – the most responsibleindiaindia news
Advertisement
Next Article
Advertisement