For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીનની અવળચંડાઇ, છરી- તલવારો વડે હુમલો કરી ફિલિપાઇન્સના સૈનિકોને લૂંટી લીધા

05:28 PM Jun 20, 2024 IST | Bhumika
ચીનની અવળચંડાઇ  છરી  તલવારો વડે હુમલો કરી ફિલિપાઇન્સના સૈનિકોને લૂંટી લીધા
Advertisement

તાજેતરમાં જ ફરી એકવાર ચીનની ખરાબ હરકત સામે આવી છે, આ વખતે ચીની સૈનિકોએ ફિલાપાઇન્સ સાથે ખરાબ વર્તન કર્યુ છે. ચીન અને ફિલિપાઈન્સના સૈનિકો વચ્ચે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં આ અથડામણ થઇ હતી, જેમાં ચીનના સૈનિકોએ ફિલિપાઈન્સના હથિયારો પણ છીનવી લીધા હતા અને તેમને ઘણું નુકસાન થયું હતું.

ફિલિપાઈન્સના જનરલ રોમિયો બ્રાઉડરે કહ્યું કે ચીની સૈનિકો તલવારો, ભાલા અને છરી-ચાકુઓ સાથે હતા. ફિલિપાઇન્સના સૈનિકો માત્ર હાથ વડે ચીની સૈનિકો સામે લડ્યા. જનરલે ચીની જહાજો પર ફિલિપાઈન્સની નૌકાઓ પર હુમલો કરવાનો અને તેમની પાસેથી હથિયારો છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.

Advertisement

જનરલે એમ પણ કહ્યું કે જહાજ સાથે અથડાવાને કારણે એક સૈનિકનો અંગૂઠો કપાઈ ગયો હતો, પરંતુ ચીને આ માટે પોતાના સૈનિકોને દોષ આપવાનો ઈન્કાર કર્યો છે. તમને જણાવી દઈએ કે વિવાદિત ટાપુઓ પર બંને દેશોનો પોતાનો દાવો છે, જેના કારણે આ અથડામણ થઈ હતી. ફિલિપાઈન્સ નેવી થોમસ શોલમાં તૈનાત સૈનિકોને પુરવઠો પહોંચાડી રહી હતી ત્યારે તેના પર ચીની સૈનિકોએ હુમલો કર્યો હતો. આરોપ છે કે ચીની સૈનિકોએ પૂરી તૈયારી સાથે અહીં ફિલિપિનોની બોટ પર હુમલો કર્યો હતો. ચીની સૈનિકોએ ફિલિપાઇન્સના સૈનિકોના હથિયારો જપ્ત કર્યા અને તેમની બોટનો નાશ કર્યો.આ ઘટનાના કેટલાક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચીની સૈન્યના જવાનો ફૂલેલી બોટને પંચર કરી રહ્યા છે. જનરલે આ ઘટનાને લૂંટ ગણાવી હતી. તેમણે કહ્યું કે તેમની પાસે અમારી કામગીરીને હાઇજેક કરવાનો અને અમારા વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં જહાજોનો નાશ કરવાનો કોઈ કાનૂની અધિકાર નથી. ફિલિપાઈન્સના સૈન્ય વડાએ ચીન પાસે જપ્ત કરાયેલી રાઈફલ્સ અને સાધનો પરત કરવા અને હુમલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે.

જનરલે કહ્યું કે સૈનિકોએ ચાઈનીઝ કોસ્ટ ગાર્ડ્સને છરી, ભાલા, ચાકૂ અને તલવારોથી સજ્જ જોયા છે. જનરલે કહ્યું કે વીડિયોમાં ચીની સૈનિકો અમારા સૈનિકો તરફ ચાકુ બતાવતા જોઈ શકાય છે. ચીની જવાનોએ ઘણી બંદૂકો જપ્ત કરી અને બોટની મોટરોનો નાશ કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement