For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીન ભારતનું પ્રથમ નંબરનું વિદેશ વેપાર પાર્ટનર: સૂચિતાર્થો સમજવા જેવા છે

01:05 PM May 13, 2024 IST | Bhumika
ચીન ભારતનું પ્રથમ નંબરનું વિદેશ વેપાર પાર્ટનર  સૂચિતાર્થો સમજવા જેવા છે
Advertisement

લદાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની ઝપાઝપી બાદ દેશમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને ચીની માલસામાનના બહિષ્કારની ઝુંબેશ પણ શરૂ થઇ હતી. બન્ને દેશો વચ્ચેનો તણાવ લાંબા સમયથી છે. સરેરાશ ભારતીય ચીનને શંકાની નજરે જોએ છે. પણ એ કારણે બન્ને દેશો વચ્ચેના વેપાર સંબંધોને બિલકુલ અસર થઇ નથી એ વિદેશ વેપારના તાજા આંકડા દર્શાવે છે. ગયા નાણાકીય વર્ષમાં ચીનમાં ભારતની નિકાસ 8.7 ટકા વધીને 16.67 અબજ ડોલર થઈ છે.ભારત સાથેના વેપારના મામલે ચીને અમેરિકાને પાછળ છોડી દીધું છે. ભારતની આયાતની વાત કરીએ તો તેમાં પણ વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023-24માં ચીનથી ભારતની સામાનની આયાત 3.24 ટકા વધી છે અને તે 101.7 બિલિયનના સ્તરે પહોંચી ગઈ છે. ચીનથી ભારતમાં આવતા માલમાં મુખ્યત્વે ઈલેક્ટ્રોનિક સામાન, પરમાણુ રિએક્ટર, બોઈલર, ઓર્ગેનિક રસાયણો, પ્લાસ્ટિકનો સામાન, ખાતર, ઓટોમોબાઈલ સામાન, રાસાયણિક ઉત્પાદનો, આયર્ન અને સ્ટીલ, લોખંડ અને સ્ટીલનો સામાન અને એલ્યુમિનિયમનો સમાવેશ થતો હતો. આર્થિક થિંક ટેન્ક GTRIના ડેટા અનુસાર, ભારત અને ચીન વચ્ચેનો વેપાર 118.4 બિલિયનનો રહ્યો છે, જ્યારે FY2023-24માં ભારત અને અમેરિકા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 118.3 બિલિયનનો રહ્યો છે અને આ આંકડા સાથે અમેરિકા પ્રથમ નંબરે છે.

તે બીજા સ્થાને સરકી ગયો છે. નાણાકીય વર્ષ 2020-21 હોય કે નાણાકીય વર્ષ 2022-23, અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર બની રહ્યું. ગયા નાણાકીય વર્ષમાં ભારતની અમેરિકામાં નિકાસ 1.32 ટકા ઘટીને 77.5 બિલિયન થઈ હતી, જ્યારે આયાત લગભગ 20 ટકા ઘટીને 40.1 બિલિયન થઈ હતી. GTRI અનુસાર, નાણાકીય વર્ષ 2019 થી 2024 દરમિયાન ભારતના ટોચના-15 વેપાર ભાગીદારો વચ્ચેના વેપારમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. તેની અસર આયાત અને નિકાસ બંને આંકડા પર જોવા મળી છે. એટલું જ નહીં, વેપાર ખાધ અથવા વેપાર સરપ્લસની સ્થિતિમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. આ પાંચ વર્ષ દરમિયાન ચીનમાં નિકાસમાં 0.6 ટકાનો થોડો ઘટાડો થયો છે, જ્યારે ચીનમાંથી આયાતમાં વધારો જોવા મળ્યો છે, જે 16.75 બિલિયનથી ઘટીને 16.66 બિલિયન પર આવી ગયો છે. ચીન સાથેના વેપારના આંકડા ભારતની તેના પર પરાધીન સૂચવે છે એમ માની લેવું જરૂરી છે. વિદેશ વેપારનો પાયાનો સિધ્ધાંત એ છે કે જયાંથી માલસામાન સસ્તો પડતો હોય ત્યાંથી દેશો માલ મગાવે છે. ચીની બજાર તુલનાત્મક રીતે સસ્તુ હોય તો જ ત્યાંથી થતી આયાતમાં વધારો થયો હશે. કેટલાકને આ આંકડા પસંદ નહીં આવે પણ પડોશી દેશો વચ્ચે તણાવ હોય તો પણ વેપાર સાંસ્કૃતિક સંબંધો જળવાઇ રહે તો પરસ્પર લાભદાયક બનતા હોય છે એવું જરૂર કહી શકાય.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement