For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્મોકડ બિસ્કિટ ખાધા પછી બાળકે જીવ ગુમાવ્યો

05:18 PM Apr 22, 2024 IST | Bhumika
સ્મોકડ બિસ્કિટ ખાધા પછી બાળકે જીવ ગુમાવ્યો
  • લિક્વિડ નાઇટ્રોજનવાળા આવા બિસ્કિટ ખાનાર બાળકનો વીડિયો સામે આવ્યો

નવી-નવી વસ્તુઓને લઈને બાળકો ઝડપથી આકર્ષિત થતા હોય છે. નાઈટ્રોજન સ્મોક્ડ બિસ્કિટને લઈને બાળકોમાં આજકાલ જોરદાર ક્રેઝ જોવા મળે છે. જો તમારા બાળકો પણ આવી કોઈ વસ્તુથી આકર્ષિત થાય છે અને તે ટ્રાય કરવાનું વિચારે છે તો સાવધાન થઈ જાવ. આ બાબત સાથે જોડાયેલો એક ડરામણો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નાઈટ્રોજન સ્મોક્ડ બિસ્કિટ ખાધા બાદ એક બાળકની તબિયત બગડી ગઈ. મળતી માહિતી મુજબ નાઈટ્રોજન સ્મોક્ડ બિસ્કિટ ખાધા બાદ આ બાળકની સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે તેનું મોત થઈ ગયું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક દુકાનમાંથી નાઈટ્રોજન સ્મોક્ડ બિસ્કિટ લઈને ખાઈ રહ્યો છે. જે બાદ થોડીવારમાં તેની તબિયત બગડે અને તે રડવા લાગે છે, તરફડવા લાગે છે. પરિવારના લોકો ચિંતિત થઈ જાય છે અને થોડીવારમાં જ બાળકનું મોત થઈ જાય છે.

Advertisement

પોતાને સ્વતંત્ર ફિલ્મમેકર જણાવનારે આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે આ પ્રકારે વેચાતા સ્મોક બિસ્કિટ પર તાત્કાલિક પ્રતિબંધ લાગવો જોઈએ. ધુમાડો જોઈને બાળક આવી વસ્તુ ખાવાની ઉતાવળ કરે છે,જેમાં લિક્વિડ નાઈટ્રોજન નાખવામાં આવે છે. જો એક ચમચી પણ આ ખાવામાં આવે તો તે જીવલેણ બની શકે છે. તમિલનાડુ સરકારે આવી વસ્તુ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.ડ પર કેટલાંક યૂઝર્સે વીડિયો શેર કરીને લોકોને સચેત રહેવાની સલાહ આપી છે. આ લોકોને કહ્યું કે- તમામ માતા-પિતા પોતાના બાળકોને આ પ્રકારના સ્મોક્ડ બિસ્કિટ ડ્રિન્ક કરવાથી રોકે. તેમનો વિશેષ આગ્રહ છે. પોતાના બાળકોના જીવની જો ચિંતા કરો છો તે આવા ડ્રિન્ક્સથી દૂર રાખે.એક યૂઝરે દાવો કર્યો કે આ ડ્રિન્ક્સમાં -196 ડિગ્રી સેલ્સિયસ પર ઠંડુ કરાયેલું લિક્વિડ નાઈટ્રોજન હોય છે જેનાથી પેટ ફાટી જાય છે અને શ્વાસ ફુલાવવા લાગે છે. તો અન્ય એક યૂઝર્સે લખ્યું- લિક્વિડ નાઈટ્રોજન પીવાથી મોત થાય છે. આ રીતે એક માઉથ ફ્રેશનર ગ્રરુગ્રામની એક રેસ્ટોરાંમાં ખાવાથી લોહીની ઉલટી થતાં પાંચ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એક યૂઝર્સે કહ્યું કે આ પ્રકારના સ્મોકી લિક્વિડ પદાર્થોથી સાવધાન રહો.

શું હોય છે નાઈટ્રોજન સ્મોક્ડ બિસ્કિટ?
સામાન્ય બિસ્કિટને લિક્વિડ નાઈટ્રોજનમાં નાખીને થોડી મિનિટ સુધી ફેરવવામાં આવે છે અને પછી મોઢામાં નાખતા જ મોઢું આખું ધુમાડાથી ભરાય જાય છે. દુકાનદારના દાવા મુજબ લિક્વિડ નાઈટ્રોજનનું તાપમાન -195 ડિગ્રી હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકરક નથી હોતું પરંતુ બાળકના મોત બાદ આ દાવા પર અનેક સવાલો થઈ રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement