For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કુવાડવા રોડ શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગ સાઇટમાં બાળકનું ટાંકામાં પડતા મોત

03:18 PM May 18, 2024 IST | Bhumika
કુવાડવા રોડ શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગ સાઇટમાં બાળકનું ટાંકામાં પડતા મોત
Advertisement

માતા-પિતા કામે ગયા હતા: સિક્યોરિટીએ બચાવી હોસ્પિટલે લઇ જતાં સારવારમાં મોત

કુવાડવા રોડ પર નવા નિર્માણ ધીન શાલીગ્રામ શિલ્પ બિલ્ડીંગમાં શ્રમિક પરિવારનો નવ મહિનાનો પુત્ર રાત્રીના રમતા-રમતા પાણીના ટાંકામાં પડી જતાં તેમને સિક્યોરીટીએ બહાર કાઢી ઝનાના હોસ્પિટલે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

Advertisement

બનાવની વધુ વિગતો અનુસાર, કુવાડવા રોડ પર શાલી ગ્રામ શિલ્પ બિલ્ડીંગમાં રહેતા કમલભાઇ બુઢાનો નવ મહિનાનો પુત્ર સંદિપ રાત્રીના સમયે ઘર પાસે રમતો હતો ત્યારે પાણની કુંડીમાં પડી જતા સિક્યોરીટીએ બચાવી ઝનાના હોસ્પિટલે ખસેડવામાં આવતાં તેમનું મોત નીપજ્યું હતું.

સંદીપના માતા-પિતા બિલ્ડીંગમાં ચોકીદારી કરે છે અને રાત્રે પિતા ખાણીપીણીની દુકાને અને માતા ઘરકામ કરવા જાય છે. ત્યારે ઘરે ત્રણ વર્ષની બહેન અને સંદીપ એકલા હોય છે તેમજ ત્યાં સિક્યોરીટી હોય છે. કમલભાઇ પરિવાર સાથે અહીં છ મહિના પૂર્વે જ આવ્યા હતાં આ અંગે હવે બી ડીવીઝના એએસઆઇ એ.પી.બકુત્રા અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement