For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શાપર-વેરાવળમાંથી ખંડણી માટે બાળકનું અપહરણ: બેની ધરપકડ

01:05 PM Apr 30, 2024 IST | Bhumika
શાપર વેરાવળમાંથી ખંડણી માટે બાળકનું અપહરણ  બેની ધરપકડ
  • ઘર પાસે રમતા શ્રમિક પરિવારના 11 વર્ષના બાળકને બાઈકમાં આવેલ બે શખ્સો ઉપાડી ગયા: અલગ અલગ નંબરથી ફોન કરી એક લાખની ખંડણી માગી: પોલીસે ગણતરીના કલાકોમાં ગોંડલ પાસેથી અપહુત બાળકને મુક્ત કરાવ્યો

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઓદ્યોગિક વસાહત શાપર-વેરાવળ ગુનાખોરીનું હબ બનતું જાય છે ત્યારે ગઈકાલે શાપર-વેરાવળ મામાદેવના મંદિર પાસે ઘર પાસે રમતા શ્રમિક પરિવારના 11 વર્ષના બાળકનું બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યા બાદ બાળકની મુક્તિના બદલામાં પરિવારજનો પાસે એક લાખની ખંડણી માંગતા સનસનાટી મચી જવા પામી હતી.

Advertisement

પોલીસે આ ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખી ગોંડલ પાસેથી અપહુત બાળકને મુક્ત કરાવી બે શખ્સોની ધરપકડ કરી હતી.આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશ જાબુઆ જિલ્લાના વતની અને છેલ્લા ઘણા સમયથી શાપર-વેરાવળમાં મામાદેવના મંદિર પાસે ઝુપડપટ્ટીમાં રહેતા મુકેશભાઈ ભુદરભાઈ મસાર ઉ.વ.30એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે બે અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે.

પોલીસ ફરિયાદમાં ફરિયાદીનો 11 વર્ષનો પુત્ર રાજુ ગઈકાલે બપોરે ઘર પાસે રમતો હતો ત્યારે બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ પૂર્વયોજીત કાવતરાના ભાગરૂપે ઘર પાસે રમતા બાળકનું બાઈકમાં અપહરણ કરી લઈ ગયા હતાં. 11 ર્વષના બાળકનું અપહરણ કર્યા બાદ બે અજાણ્યા શખ્સોએ બાળકના પિતાને ફોન કરી " તારા દિકરાને જીવતો જોવો હોય તો એક લાખ આપવા પડશે” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Advertisement

શ્રમિક પરિવારના બાળકનું અપહરણ કરી એક લાખની ખંડણી માંગતા અલગ અલગ ફોન આવતા ફરિયાદી શાપર-વેરાવળ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને પીએસઆઈ આર.કે. ગોહિલ પાસે ફરિયાદ કરી હતી. બીજીબાજુ આ બનાવની એલસીબીને જાણ થતાં પીઆઈ વીવી ઓડેદરા સહિતનો સ્ટાફ શાપર-વેરાવળ દોડી ગયો હતો.

મજુરી કામ કરતા મુકેશભાઈ પર આવતા ખંડણીના ફોનની માહિતી મેળવી પોલીસે ફોન કરનાર અપહરણકારોના નંબરનું લોકેશન કઢાવતા આરોપીઓ ગોંડલના ઉમવાળા રોડ ઉપર હોવાની માહિતી મળતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઓપરેશન પાર પાડી ઉમવાળા રોડ ઉપરથી અપહુત બાળકને મુક્ત કરાવી બન્ને આરોપીની ધરપકડ કરી છે.

આ ઘટના અંગે શાપર વેરાવળ પોલીસે શ્રમિક યુવાનની ફરિયાદ પરથી અપરહણ કારો સામે પૂર્વયોજિત કાવતરું યોજી ખંડણી પડાવવાના ઈરાદે 11 વર્ષના બાળકનું અપહરણ કરી બાળકને મારી નાખવાની ધમકી આપવા અંગેનો ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement