For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ચિકલીગર ટોળકી પકડાઇ : ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા

12:19 PM Dec 30, 2023 IST | Bhumika
ભાવનગરમાં ચિકલીગર ટોળકી પકડાઇ   ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ નો સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે,થથચીકલીકર ગેંગના ત્રણ માણસો ઘાંઘળી ચોકડી, શિહોર જવાના રસ્તે રોક્ડ રકમ તથા સોના ચાંદીના દાગીના લઇને ઉભા છે. જે સોના-ચાંદીના દાગીનાઓ તેઓ કયાકથી ચોરીથી અથવા છળકપટથી લાવેલ હોવાની શંકા છે.

Advertisement

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં માણસો નીચે મુજબની શંકાસ્પદ વસ્તુઓ તથા રોકડ રકમ સાથે હાજર મળી આવેલ.જે વસ્તુઓ તથા રોકડ રાખવા અંગે તેઓની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય એ આ ત્રણેય શખ્સો આગવી ઢબે પુછપરછ કરતાં જણાવેલ કે, તેઓએ આજથી આશરે ત્રણેક માસ પહેલા હોન્ડા શાઇન મોટર સાયકલમાં જઇ રાત્રીના સમયે હણોલ ગામે એક મકાનમાં,સણોસરા ગામે આવેલ બંધ મકાનમાં, શિહોરના દેવગાણા ગામે બે-ત્રણ મકાનમાં,પાલીતાણાના મોખડકા ગામે આવેલ મકાનમાં અને દોઢેક માસ પહેલા બોટાદ જીલ્લાના ગઢડા ગામે ઢસા રોડ ઉપર એક બંધ મકાનમાં ચોરી કરેલ.તે ચોરીમાંથી ઉપરોકત રોકડ તથા ચાંદીના દાગીના મળેલ હોવાની કબુલાત કરેલ. જે અંગે તેઓ વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તમામને આગળની કાર્યવાહી થવા માટે શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

ઝડપાયેલા શખ્સોમાં કરણસીંગ ભજનસીંગ કલાણી/ચીકલીકર ધંધોભુંડ પકડવાનો રહે.સોનગઢ,પાંચવડા રોડ તા.શિહોર જી.ભાવનગર, અર્જુનસિગ ઇશ્વરસિંગ ટાંક (ઘંઘો-ભુંડ પકડવાની મજુરી રહે.મહેમદાબાદ, રેલ્વે સ્ટેશનની બાજુમાં), નાનકનગર, નડીયાદ (ખેડા) એક સગીર વયના કિશોર નો સમાવેશ થાય છે.

Advertisement

આ શખ્સો પાસેથી રોકડ રૂૂ.1,02,500/-ની ભારતીય દરની ચલણી નોટો, દાગીના અને મોબાઇલ -મળી કુલ રૂૂ.1,53,230/-નો મુદ્દામાલ કબજે કરેલ છે.આ તસ્કરો દિવસ દરમિયાન ભુંડ પકડવા માટે જઇ બંધ મકાનની રેકી કરી રાત્રીના સમયે બંધ મકાનના તાળા-નકુચા તોડી ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. કે.એમ.પટેલ તથા સ્ટાફનાં ભૈપાલસિંહ ચુડાસમા, ઇમ્તિયાઝખાન પઠાણ, હરેશભાઇ ઉલ્વા, હિરેનભાઇ સોલંકી, ચંદ્દસિંહ વાળા, નિતીનભાઇ ખટાણા, નઝીરભાઇ બેલીમ,મજીદભાઇ શમા, અલ્ફાઝભાઇ વોરા, સત્યજીતસિંહ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર, હરિચંદ્દસિંહ ભીમભા જોડાયા હતા

Advertisement
Tags :
Advertisement
Advertisement