For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માવઠા બાદ માર્કેટ યાર્ડોમાં કેરીની ચિક્કાર આવક

12:50 PM May 21, 2024 IST | Bhumika
માવઠા બાદ માર્કેટ યાર્ડોમાં કેરીની ચિક્કાર આવક
Advertisement

જૂનાગઢ યાર્ડમાં 11,200 બોક્સ ઠાલવાયા, ભાવમાં પણ ઘટાડો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કેરીની સિઝન ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વિવિધ ફ્રૂટ માર્કેટમાં ખુશ્બુદાર કેસર કેરીની સારા એવા પ્રમાણમાં આવક થઈ રહી છે. જેના કારણે કેસર કેરીના 10 કિલોના બોક્સની કિંમત પણ ઘટી રહી છે. જો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો, આજે અહીં કેસર કેરીના 11,200 બોક્સની આવક થઈ છે. જ્યારે આજે 10 કિલોના એક બોક્સનો ભાવ 1 હજારથી લઈને 1500 રૂૂપિયા સુધી રહ્યો હતો.

Advertisement

ઓણસાલ કેસર કેરીની સિઝન મોડી શરૂૂ થઈ હોવાથી શરૂૂઆતમાં કેસર કેરીના બોક્સના ભાવ 3000 રૂૂપિયા સુધી બોલાયા હતા. જો કે છેલ્લા કેટલાક દિવસથી કેરીના બોક્સની આવક સતત વધતી રહેતા ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમરેલી માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો, ચાલુ વર્ષે કેસર કેરીની આવક બજારમાં મોડી થઈ હતી. જો કે હવે માર્કેટમાં સ્થાનિક કેસર કેરીની સાથે-સાથે જ માર્કેટમાં તમામ પ્રકારની કેરીની આવક જોવા મળી રહી છે.
અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા અને ખાંભા સહિતના તાલુકાઓમાં કેસર કેરીના અનેક બગીચા આવેલા છે. જેના પગલે અમરેલી માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસથી પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીની આવક થઈ હી છે. અત્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીના 10 કિલોના બોક્સનો સૌથી નીચો ભાવ 1000 રૂૂપિયા અને ઊંચો ભાવ 2100 રૂૂપિયા સુધી નોંધાયો હતો. જ્યારે સરેરાશ ભાવ 1900 રૂૂપિયા રહ્યો છે. જ્યારે અમરેલી ફ્રૂટ માર્કેટમાં હાફૂસ કેરીનો ભાવ 1600 થી 2500 રૂૂપિયા નોંધાયો છે, જ્યારે સરેરાશ ભાવ 2200 રૂૂપિયા રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના પગલે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેની અસર નવસારી એપીએમસીમાંં આવી રહેલી કેરીના ભાવ પર જોવા મળી રહી છે.

આજે નવસારી માર્કેટ યાર્ડમાં કેરીની આવક વધવાની સાથે જ મણના ભાવમાં પણ ઘટાડો થયો છે. આમ છેલ્લા 3 દિવસથી નવસારી અઙખઈમાં કેસર કેરીના બોક્સ ભાવ 2000થી ગગડીને 1800 સુધી પહોંચી ગયા છે. માવઠાના મારના કારણે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યાં છે, જેથી જગતના તાતને પણ નુકસાન ભોગવવાનો વારો આવી રહ્યો છે.

અત્યારે અથાણા માટેની કેરી પણ બજારમાં જોવા મળી રહી છે. જે પ્રતિકિલો 100 રૂૂપિયાના ભાવે વેચાઈ રહી છે. હજુ આગામી દિવસોમાં બજારમાં કેરીની આવક વધવાની શક્યતા છે. જેના પગલે ભાવ હજુ પણ ગગડી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement