For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય: TAT-1 અને 2ના 7500 ઉમેદવારની કાયમી ભરતી કરાશે

05:44 PM Jun 19, 2024 IST | Bhumika
મુખ્યમંત્રીનો શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય  tat 1 અને 2ના 7500 ઉમેદવારની કાયમી ભરતી કરાશે
Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતુ કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

રાજ્યની ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા હાથ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ -ઇન – એડ શાળામાં 3250 એમ મળીને TAT-2 ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ.

મંત્રીએ વધુમા કહ્યું કે, તાજેતરમાં 1500 જેટલા HMAT પ્રિન્સીપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં કરવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement