For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભૂજમાં રૂા.29.21 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટોપનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

11:19 AM Dec 27, 2023 IST | Sejal barot
ભૂજમાં રૂા 29 21 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટોપનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂૂ. 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કચ્છીમાડુઓને રૂૂ. 266 કરોડથી વધારેના કુલ 18 વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનના બે દાયકાના સુશાસના વિકાસનું પરિણામ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજનો કાર્યક્રમ પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ બન્યો છે.
મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ બનાવવાનો વિચાર આપ્યો હતો. ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઈકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં રાજ્યમાં 10 બસપોર્ટ કાર્યરત હતા આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે. ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કચ્છની ભૂમિ પર આકાર લેતા ઊર્જા પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને તેને વડાપ્રધાનશ્રીના વિઝનનું પરીણામ ગણાવ્યું હતું. ટૂરીઝમનો વિકાસ, નર્મદા નીરની પધારમણી, ઊર્જા પ્રકલ્પો તેમજ ઓદ્યોગિક દ્રષ્ટિએ કચ્છના વિકાસનો શ્રેય વડાપ્રધાનને આપતા તેમણે વર્તમાન સમયને કચ્છનો સુર્વણકાળ ગણાવ્યો હતો. નાણાંમંત્રીએ રાજ્ય તથા કચ્છમાં વીજ વિભાગ હેઠળ થનારા વિકાસકામોનો ઉલ્લેખ કરીને તેના માટે ફાળવાયેલા કરોડો રૂૂપિયા માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નાણાંમંત્રીએ બિપરજોયમાં ઝીરો કેઝ્આલટીના લક્ષ્યને સાકાર કરવા માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના નાગરિકોને નવા આઇકોનિક બસપોર્ટના લોકાર્પણ અંગે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભુજનું આ બસપોર્ટ રાજ્યમાં દ્ર્ષ્ટાંતરૂૂપ છે. 25 હજાર મુસાફર નવા બસપોર્ટથી લાભાન્વિત થશે ત્યારે આ આધુનિક સુવિધાસભર બસપોર્ટ હંમેશા આવું જ બની રહે તે માટે સ્વચ્છતા જાળવવા ગૃહરાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ તકે બંદરો અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસે સ્વાગત પ્રવચન કરીને રાજ્ય સરકાર દ્વારા સામાન્ય નાગરિકને પણ બસપોર્ટ ઉપર એરપોર્ટ જેવી સુવિધા મળી રહે તે માટે રાજ્યમાં પ્રથમ 15 આઇકોનિક બસપોર્ટ મંજૂર કર્યા હોવાનું જણાવીને ઉપસ્થિત મહાનુભાવોને અને નાગરિકોને આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભુજ બસપોર્ટનો શિલાન્યાસ વડાપ્રધાનએ કર્યો હતો. ભુજ ખાતે પધારેલા મુખ્યમંત્રીએ ભુજ બસપોર્ટ ખાતેથી રૂૂ. 59.07 કરોડના કુલ 08 કામોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. જેમાં ગેટકોના સાત 66 કેવી સબસ્ટેશન અને રામપર બ્રિજના નિર્માણનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્યમંત્રીએ ભુજ બસપોર્ટ ખાતેથી રૂૂ. 178.56 કરોડના કુલ 10 વિકાસકાર્યોનું ઈ- ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ગાંધીધામ ખાતે મેજર બ્રિજ અને માઈનોર બ્રિજ, ગાંધીધામ રેલ્વે સ્ટેશનથી આદિપુર રોડ, મુંદ્રાથી મુંદ્રા બંદર રોડ, હિલ ગાર્ડન ખાતે સ્પોર્ટસ સેન્ટર, કુરન ગામે ખાતે રિચાર્જ ટેન્ક, સામખીયાળી આધોઈ કંથકોટ રોડનું કામ, દયાપર મામલતદાર અને સબ રજિસ્ટ્રાર ઓફિસ, દયાપર રેસ્ટ હાઉસનું નિર્માણ અને આડેસર લાખાગઢ રોડનું સ્ટ્રેન્ધનિંગના કામોનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement