For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગેમ ઝોન કાંડમાં ચીફ ફાયર ઓફિસર અંતે સસ્પેન્ડ

04:02 PM Jun 27, 2024 IST | admin
ગેમ ઝોન કાંડમાં ચીફ ફાયર ઓફિસર અંતે સસ્પેન્ડ
Advertisement

એક માસમાં 16 અધિકારીઓ સામે પગલાં લેવાયા, હવે કોનો વારો ?

ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને એક મહિનાથી વધુ સમય વિતી ગયો છે ત્યારે આ ઘટનામાં અત્યાર સુધીમાં મહાનગરપાલિકા પોલીસ અને ફાયર તેમજ આરએનબીના 16 અધિકારીઓ સામે પગલાં લેવાયા છે ત્યારે રાજકોટના આ અગ્નિકાંડમાં ફાયર ઓફિસર ઈલેશ ખેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Advertisement

રાજકોટમાં બનેલી આ ગોજારી દુર્ઘટના બાદ સરકારે તાત્કાલીક તપાસના આદેશ આપ્યા હતાં અને જવાબદારો સામે કાર્યવાહી કરવા હુકમ કર્યો હતો. રાજકોટ ગેમઝોન આગ કાંડમાં મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ આ મામલે સાત સામે પગલાં લેવાયા છે અને મહાનગરપાલિકાના આઠ અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે. ઘટનાના એક માસ બાદ અત્યાર સુધીમાં એક આઈએએસ, ત્રણ આઈપીએસ, સહિત 16 સામે પગલાં લેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ડી.જે.ઠેબા, સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેમજ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, એ.ટી.પી.ઓ.જયદીપ ચૌધરી, એ.ટી.પી.ઓ. ગૌતમ જોષી, આસીસ્ટન્ટ ઈજનેર જયદીપ ચૌધરી સામે પણ કાર્યવાહી કરવામા આવી છે. ઉપરાંત પોલીસ વિભાગમાં પીઆઈ વી.આર.પટેલ અને પીઆઈ એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે માર્ગ અને મકાન વિભાગનાં મદદનીશ ઈજનેર પારસ કોઠીયા અને નાયબ કાર્યપાલ ઈજનેર એમ.આર.સુમાને પણ સસ્પેન્ડ કરાયા હોય તેમજ આગ કાંડમાં મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી અને ડી.સી.પી.ઝોન-2 સુધીર દેસાઈની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે.

સરકાર દ્વારા કરેલી કાર્યવાહી બાદ હવે સસ્પેન્શનમાં કે ધરપકડમાં કોનો વારો આવશે તે અંગે ભારે સસ્પેન્શ જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીમાં આગકાંડમાં મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને ટી.પી.શાખાના અધિકારીઓની જવાબદારી સામે આવી હોય જેમાં ધરપકડો કરવામાં આવી છે અને હવે આ મામલે પોલીસ કે માર્ગ અને મકાન વિભાગ ઝપટે ચડે તેવી શકયતા છે. આગામી દિવસોમાં આ મામલે સરકારની સુચના મુજબ કાર્યવાહી કરાશે તેવું જાણવા મળી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement