For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હૈદરાબાદને 78 રને પછાડી ચેન્નાઈની ટોપ થ્રીમાં એન્ટ્રી, ગાયકવાડના 98 રન

01:15 PM Apr 29, 2024 IST | Bhumika
હૈદરાબાદને 78 રને પછાડી ચેન્નાઈની ટોપ થ્રીમાં એન્ટ્રી  ગાયકવાડના 98 રન

ચેન્નાઈ સુપર કિંગ્સ આજે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાયું હતું અને આ ટક્કરમાં ચેન્નાઈની જીત થઈ છે. ચેન્નાઈ આ સિઝનમાં પહેલી મેચ હૈદરાબાદ સામે 5 એપ્રિલે રમાઈ હતી તેનો બદલો પણ આજે લઈ લીધો છે. ચેન્નાઈએ આ બદલો લેવાની સાથે હૈદરાબાદની જગ્યા પોઈન્ટ્સ ટેબલમાં લઈને તેને પાછળ ધકેલી દીધું છે. આજની મેચમાં અગાઉની મેચોની જેમ હૈદરાબાદની ટીમ ફટકાબાજી કરી શકી નહોતી.

Advertisement

તેનો એક પણ પ્લેયર પોતાનો સ્કોર 40 સુધી લઈ જઈ શક્યો નહોતો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની 98 રનની ઈનિંગ્સ સાથે ચેન્નાઈ પહેલી બેટિંગ કરીને હૈદરાબાદ સામે 213 રનનો ટાર્ગેટ મૂક્યો હતો પરંતુ હૈદરાબાદ આ ટાર્ગેટની નજીક પણ નહોતી પહોંચી શકી. સીએસકેએ આ મેચ 78 રનથી જીતી લીધી છે. આ જીત સાથે ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ પણ લગાવી છે.

ચેન્નાઈએ આજની મેચમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના 98 અને તે પછી ડેરેલી મિશલના 52 અને શિવમ દુબેના 39 રનની મદદથી હૈદારાબાદ સામે 213 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. પાછલી મેચોમાં 200ની ઉપર રન કરીને વિરોધી ટીમોને હંફાવતી પેટ કમિન્સની ટીમ આજે ચેન્નાઈ સામે પાંગળી સાબીત થઈ હતી.હૈદરાબાદના ટ્રાવિસ હેડ, અભિષેક શર્મા, માક્રમ, ક્લાસન કે અન્ય કોઈ ખેલાડી ટીમને જીત અપાવવાની કોશિશમાં લાંબી બેટિંગ કરી શક્યા નહોતા. ટીમમાં રનનો પીછો કરવામાં સૌથી વધુ અંગત સ્કોર માક્રમના નામે 32 રહ્યો હતો. આ સિવાય કોઈ ખેલાડી 20 રનની પણ ઉપર જઈ શક્યો નહોતો.

Advertisement

213 રનનો ટાર્ગેટ આપ્યા બાદ ચેન્નાઈના બોલરો હૈદરાબાદ પર આવી રહ્યા હતા. હૈદરાબાદની પહેલી અને બીજી વિકેટ ટ્રાવિસ અને અભિષેક શર્માના સ્વરુપમાં ટીમના 21 રનના સ્કોર પર પડી હતી. આ બન્ને વિકેટ તુષાર દેશ પાંડેએ લીધી હતી. આજની મેચમાં તુષારે કુલ 4 વિકેટ લીધી હતી. હૈદરાબાદનો કોઈ ખેલાડી પીચ પર લાંબુ ટકી શક્યો નહોતો કે જરુરી પાર્ટનરશીપ બનાવી શક્યો નહોતો. ટીમ 18.5 ઓવરમાં 134 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ચેન્નાઈએ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા નંબરથી મોટી છલાંગ લગાવીને ત્રીજા નંબર પર પહોંચી ગયું છે. મેચ શરુ થઈ તે પહેલા હૈદરાબાદ ત્રીજા નંબર પર હતું પરંતુ ચેન્નાઈએ સારી રનરેટથી જીત મેળવતા ત્રીજા નંબરે પહોંચી ગયું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement