For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સ્વાદથી સ્વાસ્થ્યની સફર ખેડનાર શેફ હીના ગૌતમ

01:33 PM Apr 24, 2024 IST | Bhumika
સ્વાદથી સ્વાસ્થ્યની સફર ખેડનાર શેફ હીના ગૌતમ
  • રસોઈ શોની અપ્રતિમ સફળતાને અલવિદા કહી છેલ્લા પાંચ વર્ષથી ફૂડ ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરી હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસ ફેલાવે છે સેલિબ્રિટી શેફ હીના ગૌતમ
  • રસોઈ શો સાથે તેઓએ શહેનાઝ હર્બલ બ્યુટી ક્લિનિક એન્ડ સ્કૂલમાં દેશ-વિદેશના 3,000થી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કરવા સાથે હેર એન્ડ મેકઅપ તેમજ સ્કિન થેરેપીની ડીગ્રી મેળવેલ છે

આજથી બે દાયકા પહેલા જ્યારે રસોઈ શોનું કોઈ અસ્તિત્વ નહોતું ત્યારે રામોજી રાવ ઈ ટીવીને એક અનોખા શો માટે એ યુવતી આઈડિયા આપે છે.આ કોન્સેપ્ટમાં લોકોએ સ્વાસ્થ્ય જાળવવા શું ખાવું, શું ન ખાવું ,કેવું ખાવું તેની સમજ લોકો સુધી પહોંચાડવાની વાત હતી.ચેનલ હેડને આઈડિયા તો ગમ્યો પણ વધુ લોકો સુધી આ શો પહોંચે અને દરેક મહિલાને રસ પડે તેવી રેસીપી આપવાનું સૂચન કરાયું. આ રીતે રસોઈ શોનો પ્રારંભ થયો અને તેણે અપ્રતિમ સફળતા મેળવી. આજે આટલા લાંબા સમય બાદ પણ જેની લોકપ્રિયતા એટલી જ બરકરાર છે એવા રસોઈ શોના પ્રારંભથી 17 વર્ષ સુધી શો હોસ્ટ કરીને સેલિબ્રિટી શેફ તરીકેની ચાહના મેળવનાર આ વાત છે હીના ગૌતમની.

Advertisement

રસોઈ શોની વાત કરતા તેઓ જણાવે છે કે, ‘રસોઈ શોનો પહેલો એપિસોડ હતો ત્યારે મેં એપલ પાઈ બનાવી હતી જેમાં સ્યુગર, મેંદો, બેકિંગ પાઉડર દરેક વસ્તુ હતી જે સ્વાસ્થ્ય માટે ગુણકારી નથી. રસોઈ શોના દરેક એપિસોડમાં કંઈક નવું, કંઈક સ્વાદિષ્ટ અને લોકોને ગમે તેવી રેસીપી આપવાનો પ્રયત્ન કર્યો. 2000થી વધુ એપિસોડ કર્યા બાદ રસોઈ શો છોડ્યો. જે હું નથી ખાતી તે લોકોને પણ શા માટે ખવડાવું? જે સ્વાસ્થ્ય માટે સારુ નથી એ સ્વાદ શા માટે લોકોને ચખાડવો? એ વિચારી સ્વાદથી સ્વાસ્થ્ય તરફની યાત્રા શરૂ થઈ’. હાલ તેઓ હેલ્થ એન્ડ વેલનેસ અવેરનેસના પ્રોગ્રામ કરે છે, જુદા-જુદા નિષ્ણાંત ડોક્ટરોને ઇન્વાઇટ કરીને ચેકઅપ કરાવે છે આ ઉપરાંત દર વર્ષે હેલ્થ એકસ્પો કરે છે જેમાં સોથી વધુ સ્ટોલ રાખવામાં આવે છે, હેલ્થ માટેના અમુક ટેસ્ટ ફ્રી કરાવવામાં આવે છે.

છોટા ઉદેપુરમાં જન્મ થયો.3 વર્ષની ઉંમરે માતાએ વિદાય લીધી જેથી દાદી પાસે ઉછેર થયો. દાદી કડક સ્વભાવના અને શિસ્તમાં માનનારા હતા.ઘરમાં ભોજન પણ ટ્રેડિશનલ જ બનતું. નાના હતા ત્યારે છાપામાં આવતી રેસીપી કટિંગ સાચવી રાખતા.હજુ પણ તેઓ પાસે 50 વર્ષ જૂના કટિંગ છે.ભણવામાં તેજસ્વી હતા જેથી ડેન્ટલ કોલેજમાં એડમિશન લીધું પણ નિયતિએ કંઇક અલગ લેખ લખ્યા હતા. રસોઈમાં શોખ ધરાવવા સાથે તેઓએ શહેનાઝ હર્બલ બ્યુટી ક્લિનિક એન્ડ સ્કૂલ 30 વર્ષ ચલાવ્યું જેમાં દેશ-વિદેશમાં 3,000થી વધુ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. હેર એન્ડ મેકઅપમાં ઓસ્ટ્રેલિયાની ડિગ્રી લીધેલ છે.લંડનથી આઈટેક્સ સ્કિન થેરેપી કરેલ છે. તેઓએ પેઇન્ટિંગના એક્ઝિબિશન પણ કરેલ છે.હાલ તેમનું સમગ્ર ધ્યાન લોકોના સ્વાસ્થ્ય પર કેન્દ્રિત છે.તેઓ જણાવે છે કે, ‘નિયમિત બોડી ચેકઅપ કરાવો.તમારો હેલ્થ સ્કોર સારો હોવો જરૂૂરી છે. હેલ્થ વેલનેસ ફૂડ, ન્યુટ્રિશન્સ, ફિટનેસ હોલિસ્ટિક થેરાપી વગેરે હેલ્થના પિલર છે. વેલનેસનો અર્થ છે મેન્ટલ અને ફિઝિકલ વેલનેસ. મેન્ટલ હેલ્થ સારી નહીં હોય તો ફિઝિકલ હેલ્થ પર પણ અસર થશે’. યુવા વયે દીકરાની વિદાય સહિત અનેક સંઘર્ષોનો સામનો કરનાર હીનાબેન દીકરા-દીકરીના સંતાનોને પણ ફૂડ અવેરનેસ શીખવે છે.

Advertisement

છેલ્લા પાંચ વર્ષથી ફૂડ ક્ધસલ્ટન્ટ તરીકે કામ કરતા અને સેમિનાર લેતા, સફળતા,લોકપ્રિયતા અને લોકચાહના મેળવનાર હિનાબેન ગૌતમનું સ્વપ્ન, લોકોને હોમ મેડ ફૂડ ખાતા કરવાનું છે.તેઓને ખૂબ ખૂબ શુભકામનાઓ....

હોમ ડિલિવરી સેલેડ ટ્રેન્ડનું આંધળુ અનુકરણ ન કરો
વર્તમાન સમયમાં જુદા જુદા પ્રકારના સેલેડ હોમ ડિલિવરી કરવામાં આવે છે તેમાં પણ કાળજી રાખવાની જરૂૂર છે કારણ કે સેલેડ ત્યારે જ અસર કરે જ્યારે તાજા કટ કરેલા હોય આ ઉપરાંત ડ્રેસિંગ પણ યોગ્ય હોવું જોઈએ.બહાર મળતા સેલેડમાં મેયોનીઝ,પાસ્તા,બ્રેડ તેમજ સ્વાદ માટે જુદા જુદા સોસ વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે જે યોગ્ય નથી માટે આંધળુ અનુકરણ ન કરવું.

બાળકને પ્રથમ પિઝા ખવડાવનાર માતા જ હોય છે
બાળકો વધુ પિઝા ખાય છે એવી ફરિયાદ કરનાર માતાને તેઓ જણાવે છે કે બાળકને પ્રથમ પિઝા ખવડાવનાર માતા જ હોય છે. બહેનો જ રસોઈ બનાવતી હોય છે તેથી સ્વાદ સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાય તે જરૂૂરી છે તમે ફ્રીઝ ખોલો ત્યારે તેમાં શું હોય છે તે બહુ મહત્ત્વનું છે.ફ્રીઝમાં બટર,મેંદો,ચીઝ હશે તો તમે અનહેલ્ધી વસ્તુ બનાવશો. જો તમારા ફ્રીઝમાં ફ્રૂટ, વેજીટેબલ, પનીર હશે તો સરસ હેલ્ધી રેસીપી બનશે તેથી મારી વ્હાલી બહેનોને ખાસ જણાવવાનું કે સામગ્રી પસંદ કરવામાં ખૂબ ધ્યાન રાખો.બાળકોને ભાખરી,રોટલા, રાગી, ઓટ્સ,રાજગરા માંથી બનાવેલ પીઝા ખવડાવો.ટામેટાની ગ્રેવીમાં શાકભાજી છીણીને નાખી દો.મેંદામાં જે ફાઇબર રીમુવ થઈ જાય છે તેની સામે શાકભાજીમાંથી ફાઈબર મળી શકશે

સ્વાદની સફર
અત્યાર સુધીમાં તેઓએ રસોઈ શોના 2000 જેટલા એપિસોડ કર્યા છે.રેડિયો પર 2500 જેટલી રેસીપી, 500થી વધુ ન્યૂઝ પેપરમાં રેસીપી આપી છે તેમજ તેમનું પોતાનું ફૂડ મેગેઝિન શેફ એટ હોમ છે જે હવે હેલ્થ અવેરનેસ માટે છે. ફૂડમાં અનેક ઇન્વેન્શન, ક્રિએશન કરનાર હીનાબેન અનેક વર્ષો સુધી રેસીપી શીખવ્યા બાદ સમજાવે છે કે Food is not for the test food is life..

Advertisement
Tags :
Advertisement
Advertisement