For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રેમલગ્ન કરનાર યુગલને જાહેરમાં ધોકાવાળી

04:32 PM Jun 03, 2024 IST | Bhumika
પ્રેમલગ્ન કરનાર યુગલને જાહેરમાં ધોકાવાળી
Advertisement

ગોંડલના મોવિયા ગામના પટેલ યુવક અને કોળી યુવતીને તાલિબાની સજા

રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકના મોવૈયા ગામે પ્રેમલગ્ન કરનાર એક યુવક અને યુવતીને યુવતીના પરિવાર જનોએ જાહેરમાં ઢોર માર મારી તાલીબાની સજા આપતા ભારે ખળભળાટ મચી જવા પામી છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થતાં ગુજરાત જેવા વિકસીત રાજ્યમાં બનેલી આ ઘટનાની ભારે ટીકા થઈ રહી છે.

Advertisement

આ ઘટનાની મળતી વિગતો મુજબ મોવિયા ગામે રહેતા અને કડિયાકામ કરતા પટેલ યુવકની ગામમાં જ રહેતી કોળી યુવતિ સાથે આંખ મળી જતાં એક મહિના પહેલા જ બન્નેએ ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા ત્યાર બાદ રામોદ ગામે રહેવા જતા રહ્યા હતા પરંતુ ગઈકાલે પ્રેમ યુગલ ગામમાં આવતાની સાથે જ યુવતિના પરિવારજનો દંપતિ પર ધોકા-પાઈપ અને દોરડા સાથે તુટી પડી મારમારી જાનથી મારી નાખાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ગોંડલના મોવૈયા ગામે કડવા પટેલ સમાજની વાડી પાસે રહેતા અનેકડિયા કામ કરતા રાજેશ ઉર્ફે લાલો ચકુભાઈ ગાજીપરા ઉ.વ.36 નામના પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મોવૈયા ગામના અરવિંદ પોપટભાઈ ગોહેલ, સાગર મોહનભાઈ, હંસરાજભાઈ ભીખાભાઈ ગોહેલ, અને ટીનાબેન હંસરાજભાઈ ગોહેલના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કડિયાકામ કરતા પટેલ યુવક ચાર બહેનનો એકનો એક ભાઈ છે તેના સાત વર્ષ પહેલા પટેલ યુવતિ સાથે લગ્ન થયા હતા પરંતુ બન્ને વચ્ચે અણબના બનતા પાંચ વર્ષ પહેલા છુટાછેડા લઈ લીધા હતાં.

ત્યાર બાદ પટેલ યુવકને મોવૈયા ગામની જ રૂપાબેન રસિકભાઈ ગોહેલ નામની કોળી યુવતિ સાથે આંખ મળી જતાં બન્નેએ મૈત્રીકરાર કર્યો હતો અને ગત તા. 2-5-2024ના બગસરાના આદીપુર ગામે લગ્ન કરી લીધા હતાં.
એક મહિના પહેલા પ્રેમલગ્ન કરનાર યુગલને ગામમાં ઝઘડો થાય તેવો ડર હોય પટેલ યુવક રામોદ ગામે પોતાના બહેનના ઘરે પત્ની સાથે રહેવા જતો રહ્યો હતો.

ગઈકાલે સાંજના સાતેક વાગ્યે દંપતિ બાઈક ઉપર મોવૈયા ગામે કામસર આવ્યા હતાં જેની જાણ યુવતિના પરિવારજનોને થતાં ચારેય આરોપીઓએ લોખંડના પાઈપ અને લાકડાના ધોકા, દોરડા વડે દંપતિને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ બાદ દંપતિને ઈજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્ય હતાં. આબનાવ અંગે પોલીસે યુવતિના પરિવારજનો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement