For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેલ્ફ ડ્રાઈવના બહાને ચીટરોએ 50 ગાડી પડાવી લીધાનું ખુલ્યું

01:02 PM Apr 24, 2024 IST | Bhumika
સેલ્ફ ડ્રાઈવના બહાને ચીટરોએ 50 ગાડી પડાવી લીધાનું ખુલ્યું

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ભાડે ગાડીઓ મામૂલી રકમ લઈને આપી દેવાના બનાવો સામે આવતાં હતા.આ મામલે સતાવાર ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અગાઉ બે ફરિયાદમાં કુલ 27 ગાડી ભાડે લઈ પરત ન આપતા રાજકોટ તાલુકા પોલીસમાં આકાશ ઉર્ફે અકી ગોગનભાઈ પટેલ(રહે.કોઠારિયા રોડ રાજકોટ) અને બિલાલશા હશનશા શાહમદાર (રહે.જામનગર વાળા)ને ભાડે થી ગાડી આપી હતી. તેઓએ ગાડી પરત ન આપતા આ ક્રાઇમ બ્રાન્ચ તપાસ ચલાવી રહી છે.બંને આરોપીને પકડી લઈ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,રેલનગરમાં આવેલી જાનકી વાટિકા સોસાયટીમાં રહેતા પીન્ટુભાઇ રાજેશભાઈ ચાવડાએ ગઈકાલે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ આજે 80 ફૂટ રોડ લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા ઋષિલભાઈ હર્ષદભાઈ ઉનડકટે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે તેમજ સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે આપે છે.તેની ઓફીસ શીતલ પાર્ક પાસે આવેલી છે.બંને આરોપીઓએ પોતાની સ્વીફ્ટ કાર તેમજ મિત્રો અમિત વાઘેલાની કિયા સેલટોસ,થાર ગાડી તેમજ ચંદ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજાની ધાર ગાડી ભરતભાઈ પ્રભાતભાઈ ડાંગરની તેમજ તેમના ઓળખીતાઓની સ્વીફ્ટ કાર, વર્ના કાર બલેનો કાર સહિત રૂપિયા 56 લાખની સાત ગાડી ભાડે લઈ ગયા બાદ પરત ન કરતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી ફરિયાદમાં આજી ડેમ પાસે સત્યમ પાર્કમાં રહેતા મનોજભાઈ શૈલેષભાઈ મુંધવા એ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ સેલ્ફ ડ્રાઇવ કારનો ધંધો કરી તેમજ ચાની હોટેલ ધરાવે છે.બંને આરોપીઓએ મનોજભાઈના ભાગીદાર વિજયસિંહ મોહનસિંહ વાઘેલા,ધવલ મુકેશભાઈ સરધારા,ભૌતિકભાઈ દિલીપભાઈ ટોળીયા,કિશનભાઈ બાળા,જય બોરીચા,ખોડુભાઈ વજુભાઈ માલાની કુલ રૂૂ.1.13 કરોડની 13 કાર ભાડે લઈ જઈ પરત નહીં આપી છેતરપીંડી કરવાં આવી હતી.આ સાથે આરોપીઓ સામે કુલ ચાર ફરિયાદ નોંધવામાં આવતા હાલ 50 જેટલી કારની છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલ ક્રાઇમબ્રાન્ચ પીઆઇ ગોંડલીયાએ જણાવ્યું હતું કે,જો કોઈ છેતરપીંડીનો ભોગ બન્યું હોય તેઓ તુરંત પોલીસનો સંપર્ક કરે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement