For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યમુનોત્રીમાં અંધાધૂંધી: હજારો લોકો ફસાયા, 10નાં મોત

11:09 AM May 15, 2024 IST | Bhumika
યમુનોત્રીમાં અંધાધૂંધી  હજારો લોકો ફસાયા  10નાં મોત
Advertisement

45 કિલોમીટર ટ્રાફિક જામમાં બે-બે દિવસથી યાત્રિકો ફસાયા છે, સ્થિતિ પર કાબુ મેળવ્યાનો તંત્રનો દાવો ખોખલો

ચારધામ યાત્રાના પ્રારંભ સાથે જ વરસાદ અને ભાવિકોના અસાધારણ ધસારાના કારણે ભારે અંધાધુંધી સર્જાઇ છે અને ગંગોત્રી અને યમુનોત્રીમાં ઠેરઠેર ટ્રાફિક જામથી દોઢેક લાખ ભાવિકો વાહનોમાં જ ફસાઇ ગયા છે. ભુખ, તરસ અને સમયસર સારવાર નહીં મળવાના કારણે અત્યાર સુધીમાં 10 યાત્રીકોના મોત નિપજયા હોવાના અહેવાલો છે.

Advertisement

ભારે ટ્રાફીકના કારણે ચારધામ યાત્રાનું ઓફલાઇન રજિસ્ટ્રેશન પણ આજથી બે દિવસ બંધ કરી દેવાયું છે. ચારધામની શરૂૂઆતમાં ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની ઉમટવાના બધા રેકોર્ડ તૂટી ગયા છે. બુધવારના તાજા સમાચાર અનુસાર તીર્થયાત્રીઓની સંખ્યામાં ભારે વધારા વચ્ચે બદ્રીનાથ અને કેદારનાથમાં તો હાલાત ઠીક છે. તેનાથી ઉલટું ગંગોત્રી-યમુનોત્રીમાં દર્શન માટે પહોંચેલા શ્રદ્ધાળુઓ હજુ સુધી પરેશાન છે. થોડા દિવસો પહેલાં યમુનોત્રીની સ્થિતિ પર વાયરલ થયેલા વિડીયો પર ઉત્તરાખંડ સરકારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવનો દાવો કર્યો પરંતુ પરેશાની જૈસે થે જેવી જ છે.

ગંગોત્રી યમુનોત્રી ધામમાં રેકોર્ડ બ્રેક ભીડના લીધે સરકારી વ્યવસ્થાઓ ધ્વસ્ત થઇ ગઇ છે. બંને ધામો માટે જ્યારે તમે હરિદ્વારથી આગળ વધો છો તો 170 કિમી દૂર બરકોટ સુધી 45 કિમી લાંબો જામ જોવા મળશે.
બરકોટથી આગળ યમુનોત્રી અને ગંગોત્રી જવાના માર્ગો છે. ત્યાં બધે જ ટ્રાફિક જામ છે.

અહીંથી ઉત્તરકાશી સુધીનો 30 કિમીનો માર્ગ વન-વે છે, તેથી મંદિરથી પાછા ફરતા વાહનોને પહેલા બહાર કાઢવામાં આવી રહ્યા છે. મંદિર જતી ટ્રેનો 20-25 કલાક પછી આવી રહી છે.

યમુનોત્રી-ગંગોત્રી જઇ રહેલા શ્રદ્ધાળુઓમાં ગત ચાર દિવસમાં 10 લોકોએ રસ્તામાં જ દમ તોડી દીધો છે. તેમાં 5 લોકોના મોત મંગળવારે થયા હતા. ત્રણે એવા છે જેમણે ગાડીમાં જ દમ તોડી દીધો છે. 10 શ્રદ્ધાળુઓના મોત થયા છે. તેમની બધાની ઉંમર 50 વર્ષથી ઉપર હતી. તેમાંથી 4 ને ડાયાબિટીઝની સાથે સાથે બ્લડ પ્રેશરથી પણ પીડિતા હતા.

માહિતીનો પ્રસાર હવે સરળ થઇ ગયો છે. પળ પળના સમાચાર હવે લાઇવ લોકેશન પર આવી જાય છે. ગૂગલ પોતાના મેપ પર બતાવે છે કે ક્યાં કેટલો જામ છે? તમામ રિપોર્ટ્સ ના અનુસાર યમુનોત્રી-ગંગોત્રીમાં હાલત એવી છે કે ભારે ભીડના કારણે રસ્તા પર લાંબો જામ જોવા મળે છે. ગાડીઓ ફસાયેલી છે. લોકોને હોટલ અને ધર્મશાળાઓ સરળતાથી મળી રહી નથી. એવામાં ઘણા લોકો રસ્તા પર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા છે.

યમુનોત્રીમાં વધુ યાત્રિકો મોકલવા જોખમી : પોલીસની ચેતવણી
ચાર ધામ યાત્રા શરૂૂ થઈ હોવાથી, ઉત્તરકાશી પોલીસે ચેતવણી આપી છે કે પર્યાપ્ત ભક્તો યમુનોત્રી પહોંચી ગયા છે અને વધુ ભક્તો મોકલવા જોખમી હોઈ શકે છે અને ઉપાસકોને વિનંતી કરી છે કે તેઓ તેમની યાત્રા સુધી મુલતવી રાખે. તેમના સત્તાવાર એક્સ હેન્ડલ પર લઈ જતા, ઉત્તરકાશી પોલીસે ટ્વિટ કર્યું, આજે, શ્રી યમુનોત્રી ધામમાં તેની ક્ષમતા મુજબ પૂરતી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે. હવે, વધુ ભક્તો મોકલવા જોખમી છે. પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે, નસ્ત્રઆજે યમુનોત્રી જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની યમુનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી કરવામાં આવે છે. રાજ્યના માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા 10 મેના રોજથી શરૂૂ થઈ હતી. છેલ્લા બે દિવસથી કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સહિત ત્રણેય ધામોમાં ધમાલ મચી ગઈ છે. પ્રથમ દિવસે રેકોર્ડ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement