સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ક્રાઇમગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકઈ પેપર
Advertisement

પાટણમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારતા ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર

12:25 PM Jun 12, 2024 IST | admin
Advertisement

પાર્ટીને જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે: પક્ષ પ્રમુખને લખ્યો પત્ર

Advertisement

લોકસભા ચૂંટણી પૂર્ણ થઇ ચૂકી છે, કેન્દ્રમાં નવી સરકારની રચના અને મંત્રીમંડળ પણ રચાઇ ગયુ છે, પરંતુ હજુ પણ હાર જીતના પડઘા નેતાઓના મનમાં પડી રહ્યાં છે. હાલમાં જ પાટણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસને નજીકના અંતરેથી મળેલી હાર પર મંથન અટકવાનું નામ નથી લઇ રહ્યું. ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે હવે દુ:ખ સાથે પત્ર લખીને હારની જવાબદારી સ્વીકારી છે. તેમણે કહ્યું કે, અહીંથી ભાજપને મોટી લીડ મળી અને ચંદનજી ઠાકોર હારી ગયા હતા.
પાટણ લોકસભ પર કાઉન્ટિંગ ડેના દિવસે જબરદસ્ત રસાકસી જામી હતી, કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર અને ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી લીડ લેવામાં આગળ પાછળ થતાં હતા. પરંતુ અંતે ભાજપના ભરતસિંહ ડાભીએ કુલ 5,91,947 મતો સાથે એટલે કે માત્ર 31,876ના મતોની લીડથી જીત્યા હતા, વળી, કોંગ્રેસના ચંદનજી ઠાકોરને 5,60,071 મત મળ્યા હતા. પાટણ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો જંગ જામ્યો હતો, પરંતુ કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હારની જવાબદારી ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે સ્વીકારી છે.
આજે ચાણસ્માના કોંગ્રેસના એમએલએ દિનેશ ઠાકોરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષને એક લખ્યો પત્ર લખ્યો છે, અને પત્રમાં દુ:ખ સાથે હારની જવાબદારી સ્વિકારી છે. ધારાસભ્ય દિનેશ ઠાકોરે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહને પત્ર લખ્યો જેમાં ચાણસ્મા વિધાનસભા મતવિસ્તારમાંથી ઓછા મત મળવાની વાત સ્વિકારી છે. તેમને સ્વિકાર્યુ છે કે, હું અહીંથી લીડ ના અપાવી શક્યો અને પાર્ટીને બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે, તેનું મને દુ:ખ છે. લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોરે અમને પૂરતો સહકાર આપ્યો હતો, ચંદનજી તરફથી કોઈ પણ ઉણપ ના હતી રહી. પક્ષે મારા પર જે કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચાણસ્મા વિધાનસભાથી ભાજપને 27,269 મતોની લીડ મળી હતી, જે હારનું કારણ બની હતી.
ચંદનજી ઠાકોર ઘણા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના જયનારાયણ વ્યાસ સામે જીત્યા હતા. લોકસભાની પાટણ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર વ્યવસાયે ખેતી અને બિલ્ડર છે. આ સાથે તેમની ધર્મ પત્નિ પણ તેમના વ્યવસાય સાથે જોડાયેલા છે. ચંદનજી ઠાકોરનો જન્મ 01 જૂન 1972ના રોજ સુજનીપુરમાં થયો હતો. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે.

Tags :
Congressgujaratgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement