For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર... 2જી એપ્રિલે બદલે હવે આ તારીખે લેવાશે Exam, જાણો શું છે નવી તારીખ

06:39 PM Dec 15, 2023 IST | Bhumika
ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર    2જી એપ્રિલે બદલે હવે આ તારીખે લેવાશે exam  જાણો શું છે નવી તારીખ

ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માધ્યમિખ શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટની પરીક્ષામાં તારીખમાં ફેરફાર નિર્ણય કરવામાં આવ્યો છે. આ પરિક્ષા વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી, ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવે છે. પેહલા આ પરિક્ષા 2જી એપ્રિલના રોજ લેવામાં આવનાર હતી ત્યારે નવા ટાઇમ ટેબલ મુજબ હવે 2જી એપ્રિલના બદલે 31મી માર્ચે ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. તે દરમિયાન CBSEની પરીક્ષા હોવાના કારણે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આ બાબતે ગુજરાત માધ્મિક અને ઉચ્ચતર માધ્યમિખ શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તા. 2.4.2024 નાં રોજ CBSE બોર્ડની પરીક્ષા હોઈ ગુજકેટની પરીક્ષા તા. 31.3.2024 ને રવિવારે લેવામાં આવશે જેની તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement