For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ

05:04 PM Apr 08, 2024 IST | Bhumika
આવતીકાલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ
  • નવદુર્ગામા અશ્ર્વ ઉપર સવાર થઈ પૃથ્વી પર પધારશે : બેસતું વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ, દશેરા ચાર વણજોયા મુહૂર્તના દિવસો આવશે : કુળદેવીના મંત્ર જાપ કરવાથી મળશે ઉત્તમફળ

ચૈત્રસુદ એકમને મંગળવારે તા. 9 ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ મંગળવારે નવરાત્રી શરૂ થતાં હોવાથી નવદુર્ગા માતાજી અશ્ર્વ ઉપર પધારસે માતાજીની સવારી અશ્ર્વ હોવાથી યુધ્ધજેવું વાતાવરણ રહે આથી લોકોએ શાંતિ રાખવી જરૂરી છે.વર્ષમાં ચાર વણજોયા મુહુર્તના દિવશો આવે છે. બેસતુ વર્ષ, ચૈત્રસુદ એકમ અખાત્રીજ અને દશેરા પંચાગ પ્રમાણે આ ચાર દિવસોને વણજોયા મુહુર્તના દિવસો કહેવા છે. આથી મંગળવારે કોઈ પણ શુભ કાર્ય થઈ શકે આ દિવશે મુહુર્ત જોવાની જરૂર નથી.

Advertisement

વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. 1) આસોનવરાત્રી, 2) મહાનવરાત્રી, 3) ચૈત્ર નવરાત્રી, 4)અષાઢ નવરાત્રી તે ઉપરાંત શાંકભરી નવરાત્રી પણ આવે છે. ચૈત્રી નવરાત્રીને રામનવરાત્રી પણ કહેવામાં આવે છે.
આ નવરાત્રી દરમિયાન મા નવદુર્ગા ઉપરસના ઉપરાંત રામચંદ્ર ભગવાનનો ઉપવાસનાનું મહત્વ પણ વધારે છે.આ નવરાત્રીમાં કુળદેવીના મંત્ર જપ કરવા નવાર્ણમંત્રના જપ કરવા ઉત્તમ ફળ આપશે. તે ઉપરાંત ચૈત્રી નવરાત્રી દરમિયાન રામ નામની જપ કરવા રામ ચરીત્રમાનસના પાઠ કરવા સુન્દર કાંડના પાઠ કરવાથી ઘરમાં શાંતિ મળશે વાસ્તુદોશ દુર થશે સાસસારીક જીવનમાં મીઠાસ આવશે.

ચૈત્રી નવરાત્રીનું ઘટ્ટ સ્થાપના મુહુર્ત સવારે 11:15થી 2 વાગ્યા સુધી લાભ તથા અમૃત ચોઘડિયા દરમિયાન અભિજીત મુહુર્ત બપોરે 12:23થી 1:13 આ સમય શુભ છે.મંગળવારે 9 એપ્રીલ પહેલા નોરતે અમૃત સિધ્ધ યોગ સવારે 7:32થી આખો દિવસ રાત્રી કુળદેવી ઉપાસના માટે શ્રેષ્ઠ દિવસ શુક્રવારે તા. 12 એપ્રીલ ગણપતી ઉપાસના ગણપતિ દાદાને દુર્વા ચડાવી શનિવારે તા. 13 એપ3ીલ શ્રી પંચમી લક્ષ્મીપંચમી શ્રીયંગની પુજા કરવી શ્રી સુક્તના પાઠ કરવા ઉત્તમ રવિવારે તા. 14 એપ્રીલ સુર્યષષ્ટી સૂર્ય ઉપાસના સુર્યને અર્ધેબાસ આપવું આદિત્ય હદયના પાઠ કરવા કુળદેવી તથા નવદુર્ગા માતાજીની ઉપાસના કરવી મા રાંદલ માતાજીની પુજા માટે ઉત્તમ દિવસ મંગળવારે તા. 16 એપ્રીલ દુર્ગાષ્ટમી માં દુર્ગા ઉપાસના કરવી. બુધવારે તા. 17 એપ્રીલ રાનવમી નવરાત્રી સમાપ્ત થશે.

Advertisement

માતાજીને નવરાત્રી દરમિયાન ચડાવવાના નૈવદ્ય
પહેલા નોરતે મંગળવારે ખીરપુરી
બીજા નોરતે બુધવારે પેંડા
ત્રીજા નોરતે ગુરૂવારે શ્રીફળ અથવા તેની વાનગી
ચોથા નોરતે શનિવારે તલની વાનગી
છઠ્ઠા નોરતે રવિવારે ખીર-પુરી
સાતમા નોરતે સોમવારે સાકર ધરાવી
આઠમા નોરતે મંગળવારે દુધીનો હલવો
નવમા નોરતે બુધવારે પંચમૃત અને શિરો

Advertisement
Tags :
Advertisement
Advertisement